AI પ્લેન ક્રેશ ચોંકાવનારી થિયરી #planecrash #ahmedabad #america #airindia – અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભારતીય, યુકે અને અમેરિકન નાગરિકોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લો ફર્મ ‘બસ્લી એલન’ની નિમણૂક કરી છે. આ ફર્મના વકીલ માઈકલ એન્ડ્રુઝે અમેરિકન કાયદા હેઠળ એક આવેદન દાખલ કરીને બ્લેક બોક્સના ડેટાની માંગણી કરી હતી.
વકીલ માઈકલ એન્ડ્રુઝે ચોંકાવનારી થિયરી રજૂ કરતા દાવો કર્યો છે કે, ‘નવા પુરાવા મુજબ વિમાનની પાણીની ટાંકીમાં લીક હતું, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ અને આખી દુર્ઘટના સર્જાઈ.’ વકીલે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં પાયલટની કોઈ જ ભૂલ નથી. તેમણે દાવો કર્યો કે પાણીના લીકેજથી શોર્ટ સર્કિટ થયું અને તેના કારણે ઇંધણ નિયંત્રણ સ્વીચ આપોઆપ બંધ થઈ ગઈ હતી.
AI પ્લેન ક્રેશ ચોંકાવનારી થિયરી અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો
અમેરિકી વકીલની ચોંકાવનારી થિયરી

પ્લેનમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટનાનો દાવો
પાયલટની ભૂલ નહિ, પાણીના લીકેજથી દુર્ઘટના થઈ
વકીલે અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના ઉડ્ડયન સંબંધિત સૂચનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા વિમાનોમાં વોટરલાઈન કપલિંગમાંથી પાણી લીકેજના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચાડી શકે છે અને શોર્ટસર્કિટનું કારણ બની શકે છે.
હવે આ મામલો કઈ દિશામાં આગળ વધે છે, તે જોવાનુ રહ્યુ.
Jaynarayan Vyasની પત્રકાર પરિષદ. હીરા ઉદ્યોગને લઈને સરકાર પર કર્યા આકરા પ્રહાર. #congress
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ