રીક્ષા ગેંગ સક્રિય મુસાફરોને ચપ્પુ બતાવી લૂંટ #surat #rickshawgang #autorickshaw

0
141

રીક્ષા ગેંગ surat #rickshawgang #autorickshaw – સુરતમાં મુસાફરોને ઓટો રીક્ષામાં બેસાડીને ચપ્પુ બતાવી લૂંટ કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી હતી.

રીક્ષા ગેંગ રીક્ષામાં બેઠેલા લૂંટારૂઓ

એક મુસાફર વરાછાથી હીરાબાગ જવા માટે એક ઓટો રીક્ષામાં બેઠા હતા. થોડે દૂર ગયા બાદ રીક્ષામાં બેઠેલા લૂંટારૂઓએ તેમને ચપ્પુ બતાવીને ડરાવી-ધમકાવી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ તાત્કાલિક ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસના ચક્રો

ફરિયાદના આધારે વરાછા પોલીસે તુરંત  તપાસના ચક્રો ગતિમાન કર્યા અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી લૂંટારૂ ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.

તેમનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે. વરાછા પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી શકાય.

Gopal Italiya એ જોવા જેવી કયરી Vidhan Sabha ની બાર લાયા બેનું ના ટોળા BJP સામે સત્ય લાયા | Visavadar
આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ