Gujarat monsoon : 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો#GujaratMonsoon #RainfallUpdateq #MangrolRain

0
1

Gujarat monsoon : ધોધમાર વરસાદ, 98 તાલુકાઓ ભીંજાયા

ગુજરાતમાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન વિભાગે આજે રવિવારે (20 જુલાઈ) સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે 98 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળ 3.54 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

Gujarat monsoon

Gujarat monsoon : 3 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે રવિવારે સાંજે 4 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

Gujarat monsoon

સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

જ્યારે જૂનાગઢના મેંદરડા, પાટણના સરસ્વતી, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, ગીર સોમનાથ પાટણ-વેરાવળ, જામનગરના ધ્રોલ, જૂનાગઢના માણાવદર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢના માળિયા હાટીના, રાજકોટના જામકંડોરાણા સહિતના 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

Gujarat monsoon
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે


: Gujarat monsoon : 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો#GujaratMonsoon #RainfallUpdateq #MangrolRain