Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath #UttarakhandMonsoon #YatraUpdate`

0
2

Chardham Yatra :ઉત્તરાખંડમાં ચોમાસા પછી પર વિઘ્નો

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા પર અસર પડી છે. ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ ગઈ છે. રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ હાઈ વે ગોરીકુંડ કેદારનાથ પગપાળા રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Chardham Yatra: ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ

ઉત્તરાખંડમાં ચોમાસુ સક્રિય થવાની સાથે ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં કેદારનાથમાં દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. યાત્રા અને યાત્રીઓનું પ્રમાણ ઘટવાથી કેદાર ઘાટી અને કેદારપુરમાં ધંધા પણ ઠપ્પ થઈ ગયા છે.

Chardham Yatra

Chardham Yatra: ધંધા પર પડી માઠી અસર

આ વર્ષે મે મહિનામાં કેદારનાથ ધામમાં લગભગ 696934 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, તે જૂન મહિનામાં 6 લાખ 18000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ચોમાસુ શરૂ થવાની સાથે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે અને ગોરીકુંડ કેદારનાથ પગપાળા સતત ભૂસ્ખલન થવાને કારણે વારંવાર બંધ થઈ રહ્યો છે. જેના કારણે અહીં આવી રહેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે યાત્રા પર પણ અસર પડી છે.

લોકોના ધંધા પર માઠી અસર

જુલાઈ મહિનામાં 9 દિવસ દરમિયાન 27280 શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. બીજી તરફ યાત્રાની ગતિ ધીમી પડવાને કારણે ધંધા પર પણ અસર પડી છે. કેદારનાથ ધામના યાત્રીઓની સંથખ્યા સતત ઘટવાથી લોકોના ધંધા પર માઠી અસર જોવા મળી રહી છે. ઘણી હોટલોના બુકીંગ રદ્દ થઈ ગયા છે. જો દરરોજની વાત કરીયે તો હવે ફક્ત દોઢથી બે હજાર યાત્રાળુઓ જ કેદારનાથ આવી રહ્યા છે.

Chardham Yatra
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

: Chardham Yatra: ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ#ChardhamYatra #Kedarnath #UttarakhandMonsoon #YatraUpdate`