Indian Cricket Team: ના હોય! વનડેમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું#RohitSharma #IndianCricket #ODICaptaincy

0
1

Indian Cricket Team: ODIમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું

ટેસ્ટ ક્રિકેટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂકેલા હિટમેન રોહિત શર્મા હવે ફક્ત  વન ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં જ રમતા જોવા મળશે. તે હજુ પણ ODI ટીમનો કેપ્ટન છે. ભારતીય ટીમે તાજેતરમાં જ તેમની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ હવે એવા અહેવાલો વહેતા થયા છે કે તેમની પાસેથી ODI કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. શુભમન ગિલને ટેસ્ટ પછી ODI ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી આ અંગે પુષ્ટિ કરી નથી. ભારતીય ટીમ ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ODI સીરિઝ રમાઈ શકે છે.

ઓગસ્ટમાં મોટો નિર્ણય લઈ શકાય

ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામે ODI સીરિઝ રમાઈ શકે છે. BCCI અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે આ સીરિઝ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર રહ્યું તો ભારતીય ટીમ અને શ્રીલંકા વચ્ચે ત્રણ ODI અને ત્રણ T20 મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI સીરિઝમાં વાપસી કરી શકે છે, જો કે, આ દરમિયાન ટીમનું નેતૃત્વ કોણ કરશે? બોર્ડ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.રોહિત શર્મા અને વિરાટ કોહલી ફક્ત ODI મેચોમાં જ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓએ 2027માં ODI વર્લ્ડ કપ સુધી રમવાની ઈચ્છા દર્શાવી કરી છે, પરંતુ બધું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.

Indian Cricket Team

Indian Cricket Team: રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી

અહેવાલ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે, ‘જો મને ODI ટીમની કેપ્ટનશીપ નહીં મળે, તો હું ODIમાંથી પણ નિવૃત્તિ લઈશે.’ જો કે, BCCIના કોઈપણ અધિકારી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023ના ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ટીમ મેનેજમેન્ટ ટેસ્ટ પછી ODIમાં એક યુવાન ખેલાડીને કેપ્ટન બનાવવા માંગે છે. આ માટે તેમની નજર શુભમન ગિલ પર છે.

Indian Cricket Team
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Indian Cricket Team: ના હોય! વનડેમાંથી પણ કપાઈ શકે છે રોહિત શર્માનું પત્તું#RohitSharma #IndianCricket #ODICaptaincy