Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?#DelhiNews #RedFort #ChandniChowk

0
2

Delhi: નો લાલ કિલ્લો થઇ શકે છે ભગવો

દિલ્હીમાં BJP ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાડનું (BJP MLA Tarvinder Singh Marwah)મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક (Historical buildings)ઇમારતો, માર્કટ ભગવામય હશે. તેમણે એમ પણ કહ્યું કે ઐતિહાસિક ઇમારતોને ભગવા રંગમાં રંગવામાં આવશે. બીજેપી ધારસભ્યએ કહ્યું કે લાલ કિલ્લો, કુતુબ મિનાર, હુમાયુનો મકબરો, દિલ્હી વિધાનસભા, કનૉટ પ્લેસ, ચાંદની ચોક ભગવા રંગમાં રંગવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી વિધાનસભાના ચોમાસુ સત્રમાં તેઓ આ પ્રસ્તાવ લઇને આવશે.

Delhi

Delhi: માં તમામ મીટ અને દારૂની દુકાનો બંધ

ધારાસભ્ય આ પહેલા પણ પોતાના નિવેદનોને લઇને લાઇમલાઇટમાં રહે છે. કાંવડ યાત્રાને લઇને જંગપુરાથી બીજેપી ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગ કરી છે કે કાવડ યાત્રા દરમિયાન દિલ્હીમાં તમામ મીટ અને દારૂની દુકાનો બંધ કરવામાં આવે.

ગૃહમંત્રીને મળશે ધારાસભ્ય

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેમનો પત્ર ગૃહમંત્રાલયને મળી ગયો છે તેઓ આગામી 2-3 દિવસમાં દેશના ગૃહમંત્રીને મળશે. ભાજપના ધારાસભ્યએ પત્રમાં એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં કાવડ યાત્રાના રૂટ પર જો માંસની દુકાનો અને દારૂની દુકાનો શાંતિપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તો ઠીક નહી તો બળજબરીથી બંધ કરવામાં આવશે. આ સાથે ધારાસભ્યએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે દુકાનો બળજબરીથી બંધ કરાવવાનું નિવેદન તેમનું પોતાનું અંગત છે, તેમાં પાર્ટીનો કોઈ હાથ નથી.

Delhi

Delhi: ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહ કોણ છે?

ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહ જંગપુરાથી જીત્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હરાવ્યા હતા. મારવાહનો જન્મ 10 ઓક્ટોબર, 1959 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમણે પોતાનું સ્કૂલિંગ દિલ્હીમાં પૂર્ણ કર્યું હતું.તેઓ 1998 થી 2013 સુધી સતત ત્રણ વખત કોંગ્રેસ પાર્ટીમાંથી જંગપુરાથી જીત્યા હતા. તેઓ જુલાઈ 2022 માં ભાજપમાં જોડાયા હતા અને દિલ્હી ભાજપના શીખ સેલના વડા તરીકે નિયુક્ત થયા હતા. મારવાહ એક વ્યવસાય ધરાવે છે. દિલ્હીમાં ભાડાની ઘણી મિલકતોમાંથી પણ કમાણી કરે છે.

Delhi
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Delhi: લાલ કિલ્લાથી લઇને ચાંદની ચોક સુધી..ભગવા રંગમાં રંગાશે ઐતિહાસિક ઇમારતો?#DelhiNews #RedFort #ChandniChowk