GUJRAT: જાણો ક્યાં જીલાઓમાં પડયો વરસાદ ,204 તાલુકામાં વરસાદ GujaratRain #GujaratRains2025 #RainInGujarat

0
3
GUJRAT
GUJRAT

GUJRAT: નવસારીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

GUJRAT: નવસારી જિલ્લામા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં રાતે 12 વાગ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લામાં સરેરાશ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચ થી વધુ વરસાદ ખબક્યો છે સારો વરસાદ રહેતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવામલી છે નવસારી  જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવસારી 2.94 ઈંચ, જલાલપોર 2.65 ઈંચ , ગણદેવી3.63 ઈંચ, ચીખલી  4.04 ઈંચ, ખેરગામ 4.00 ઈંચ , વાંસદામાં 3.88 ઈંચ વરસાદ  નોંધાયો છે જોકે ડેમની સપટાઈમાં પણ વધારો જોવા મળ્યો છે જૂજ ડેમ 163.55 , કેલીયા ડેમ 110.45 ની જળ સપાટીએ પહોંચી છે

સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ

GUJRAT: 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદી સિસ્ટમ સક્રિય છે,

જેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વ્યારામાં 2 ઇંચ વરસ્યો છે.બારડોલી, વાલોદ, ડોલવણ, સોનગઢ અને દાંતામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વ્યારામાં 2 ઇંચ વરસ્યો છે.બારડોલી, વાલોદ, ડોલવણ, સોનગઢ અને દાંતામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.

વાંસદમાં 52 રસ્તાઓ બંધ થયા

GUJRAT: રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાંસદામાં 52 રસ્તા બંધ થયા છે.

કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે. બીજી તરફ આગામી ત્રણ કલાક સુધી 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાંસદા તાલુકાના કુકડા ગામ થી હોલીપાડા જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ થઈ ગયો છે 6 જુલાઈના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે.

અમરેલી: ધારી અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ

GUJRAT: અમરેલી જિલ્લામાં, ખાસ કરીને ધારી ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. વરસાદ માત્ર ધારી પૂરતો સીમિત નથી રહ્યો. ગીર જંગલના મોટાભાગના વિસ્તારો ઉપરાંત ધારી, દલખાણીયા, આંબાગાળા, સેમરડી, પાણીયા, ચાંચય, ગોવિંદપુર અને મીઠાપુર જેવા અનેક ગામોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. સતત અને ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે જમીનને ભરપૂર ભેજ પૂરો પાડશે.

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વાવણીલાયક વરસાદ થતાં હવે ખેડૂતો આગામી દિવસોમાં ખરીફ પાકની વાવણી શરૂ કરી શકશે. સારા વરસાદને કારણે આ વર્ષે મબલખ પાક થવાની આશા સેવાઈ રહી છે, જે આર્થિક રીતે પણ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. સમગ્ર વિસ્તારમાં ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે. આશા છે કે આ વરસાદની શરૂઆત સમગ્ર ચોમાસા દરમિયાન સારી રીતે જળવાઈ રહેશે.

મહેસાણામાં મેઘરાજાની ધબધબાટી

GUJRAT:રાજ્યમાં મેઘરાજા ધબધાબતી બોલાવી રહ્યા છે , આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વ્યારામાં 2 ઇંચ વરસ્યો છે.બારડોલી, વાલોદ, ડોલવણ, સોનગઢ અને દાંતામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે, ત્યારે મહેસાણા શહેરમાં છેલ્લા એક કલાકથી પડેલા ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. શહેરના મુખ્ય નાળાં ગોપીનાળું અને ભમરીયું નાળું પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે, ભારે વરસાદના કારણે   આજુબાજુના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

ગોપીનાળાના એક તરફના ભાગમાં અંદાજે પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલું હોવાના અહેવાલ મળ્યા છે. પાણી ભરાવાની સમસ્યાના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ પડ્યો છે. વિવિધ માર્ગો પર વાહનોની અવરજવર મુશ્કેલ બની હતી, જેને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના અનેક  સ્થળોએ પાણીનું જલ્દી નિકાલ થાય તે માટે મોટર પંપ મારફતે પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરાઈ છે. મહેસાણા નગરપાલિકા અને તંત્રની ટીમોએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી છે. સ્થાનિક નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: GUJRAT: જાણો ક્યાં જીલાઓમાં પડયો વરસાદ ,204 તાલુકામાં વરસાદ GujaratRain #GujaratRains2025 #RainInGujarat