Panchmahal-Dahod: શંકાસ્પદ વાયરસ વકર્યો, 15 દિવસમાં 8 બાળકોનાં મોત#PanchmahalVirur #DahodVirusOutbreak #ChandipuraVirus

0
23

Panchmahal-Dahod: પેઢીદાર તબીબો પણ ચિંતિત

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ફરી શંકાસ્પદ વાયરસ દેખાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાહોદ અને પંચમહાલ જિલ્લાના 15 બાળકો સારવાર માટે દાખલ કરાયા હતા. 20 જૂનથી અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે. જો કે, 7 બાળકોનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

હાલ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જેમના લોહીના નમૂના ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલી આપ્યા છે. બાળકોના મોત ચાંદીપુરા વાયરસથી નહી પણ મગજના તાવથી થયા હોવાનું અનુમાન સયાજી હોસ્પિટલના તબીબો લગાવી રહ્યા છે.

Panchmahal-Dahod

Panchmahal-Dahod: ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના મોતનો સિલસિલો ચાલુ

સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યુ કે, સયાજી હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લાના 3 બાળકનાં મોત થયા હતા. એક્યૂટ વાયરલ એન્સેફાલિટિસના કારણે બાળકોના મોત થયા છે. વાયરસના કારણે તીવ્ર તાવ આવવાથી મગજમાં સોજા આવે છે. તમામ દર્દીઓને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ-SSGમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ‘સેન્ડફ્લાય’ માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસની શક્યતા દર્શાવવામાં આવી હતી. જો કે, 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તેમણે ઉમેર્યુ કે, ‘એન્ટા ફ્લાઇટિસ’ વાયરલમાં શરૂઆતમાં તાવ આવે છે. માથું દુખે છે. ઝાડા-ઊલટી થાય છે ત્યારબાદ બાળક બેભાન થઇ જાય છે. ઉપરાંત ખેંચ પણ આવે છે. આવાં લક્ષણો ધરાવતાં બાળકોને સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીનાં કાચાં મકાનોમાં “સેન્ડફ્લાય” માખીનો ત્રાસ વધારે જોવા મળે છે.

Panchmahal-Dahod

Panchmahal-Dahod: કાચા મકાનો અને સેનડફ્લાય મથામણનું કેન્દ્ર બન્યા

ડો.ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું કે પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકો પૈકી દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકને પીડિયાટ્રિક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે. શુક્રવારે ગોધરા તાલુકાના ખજૂરી ગામના 3 વર્ષના, શહેરા તાલુકાના ડોકવાના 8 વર્ષના અને હાલોલ તાલુકાના જાંબુડી ગામના 3 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે ગોધરા તાલુકાના બેટિયા ગામની 8 વર્ષની બાળકી સારવાર હેઠળ હતી. 

Panchmahal-Dahod
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Panchmahal-Dahod: શંકાસ્પદ વાયરસ વકર્યો, 15 દિવસમાં 8 બાળકોનાં મોત#PanchmahalVirur #DahodVirusOutbreak #ChandipuraVirus