ગુજરાતમાં પોલીસ લોકરક્ષક કેડરની ભરતીને લઈને મહત્વના સમાચાર #gujaratpolicebharati #policebharati #lokrakshakbharati – ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે 16 જૂને પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેનિંગ કરીને સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી છે.
ગુજરાતમાં પોલીસ લોકરક્ષક કેડરની ભરતીને લઈને મહત્વના સમાચાર
લોકરક્ષક કેડરની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
આ દરમિયાન આજે શુક્રવારે ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.
લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર-શાળા ખાતે યોજાવવામાં આવી હતી. જ્યારે આજે શુક્રવારે 4:00 વાગ્યે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે