HomeVadodaraડ્રોઇંગ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીને માથામાં લાફો ઝીંકી દીધો #vadodara #Manjalpur #slap #student...

ડ્રોઇંગ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીને માથામાં લાફો ઝીંકી દીધો #vadodara #Manjalpur #slap #student #teacher

વિદ્યાર્થીને માથામાં લાફો #vadodara #Manjalpur #slap #student #teacher – શિક્ષણ મંદિર સમાન સ્કૂલે શિક્ષણ નહીં, પરંતુ હવે ચર્ચામાં છે એક શિક્ષકના દુર્વ્યવહારને કારણે. માંજલપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થી સાથે શિક્ષકની ઓછી ગુસ્સાવાળી નહીં, પરંતુ ગંભીર દુર્વ્યવહારની ઘટના સામે આવી છે.

1 22 2 36 1 1

ડ્રોઇંગ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીએ શિક્ષકને માત્ર “સમજાવવાનું કહેતાં” શિક્ષકનો પારો ચૂકી ગયો અને તરત જ વિદ્યાર્થીને માથામાં લાફો ઝીંકી દીધો. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

1 22 2 37 1 1

વડોદરા: માંજલપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને માથામાં લાફો

વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં રોષની લાગણી સર્જી રહ્યો છે. વિદ્યાર્થીના વાલીઓ જ્યારે આ ઘટના વિષે જાણીને શાળામાં પહોંચ્યા, ત્યારે શાળાના પરિસરમાં જ ભારે હોબાળો સર્જાયો.

1 22 2 38 1 1

વાલીઓએ શિક્ષક પર પગલાં લેવા કરી માંગ

વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા, ઘટના પોલીસ મથક સુધી પહોંચી ગઈ છે. હાલમાં પોલીસ દ્વારા શિક્ષક અને શાળાના સ્ટાફથી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. શાળા સંચાલક તરફથી પણ તપાસની ખાતરી આપવામાં આવી છે. જોકે, સ્કૂલ મેનેજમેન્ટનો આક્ષેપ છે કે બાળકના વર્તનને લઈને શિક્ષકથી થોડી કડકાઈ થઈ હશે, પણ શારીરિક શોષણ યોગ્ય નથી.

1 22 2 35 1 1

વાલીઓમાં રોષ જોવા મળ્યો

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments