ઈમરાન ખાન જેલમાંથી છોડો સૈન્યના વડા આસિમ મુનીર પર રાજીનામું #ReleaseKhanForPakistan #FreeImranKhan #ResignAsimMunir #BoycottFaujiDhanda

0
130

ઈમરાન ખાન અને આસિમ મુનીર પર રાજકારણ -#ReleaseKhanForPakistan #FreeImranKhan #ResignAsimMunir #UndeclaredMartialLaw #PakistanUnderMilitaryFascism #BoycottFaujiDhanda જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસારનમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાનના મંત્રીઓ ભારત કોઈપણ સમયે આક્રમણ કરશે તેવી વાતો કરી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાન સામે વધુ એક મોટો પડકાર ઊભો થયો છે.

પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને જેલમાંથી છોડી મુકવાની માગણી શરૂ થઈ છે. બીજીબાજુ પાકિસ્તાની સૈન્યના વડા આસિમ મુનીર પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર ઈમરાનખાનને પાકિસ્તાન સૈન્ય સાથેના મતભેદોના કારણે એપ્રલ 2022માં વડાપ્રધાનપદેથી દૂર કરાયા હતા. ત્યાર પછી ભ્રષ્ટાચારના આરોપમાં ઈમરાનખાનની ધરપકડ કરાઈ હતી. આ પહેલાં ઈમરાનખાને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ મોટાપાયે દેખાવોનું નેતૃત્વ કર્યું હતું.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈમરાન ખાનના સમર્થકો

જોકે, હવે પહલગામમાં આતંકી હુમલા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિની માગણી કરી રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકો દાવો કરી રહ્યા છે કે પહલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરનું કાવતરું હતું. X એનાલિટિક્સ ડેટા અનુસાર, #ReleaseKhanForPakistan હેશટેગનો ઉપયોગ કરીને 3 લાખથી વધુ પોસ્ટ કરવામાં આવી હતી.

ટ્રેન્ડિંગ હેશટેગ

૨૯ એપ્રિલ સુધીમાં, અન્ય એક ટ્રેન્ડિંગ હેશટેગ, #FreeImranKhan, ૩૫,૦૦૦ થી વધુ પોસ્ટ્સ જોઈ ચૂકી છે. આ સિવાય પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વ પ્રત્યે દેશમાં જાહેર અસંતોષ વધી રહ્યો હોવાનું જોવા મળે છે. ભારતના હુમલાના ભય વચ્ચે ઈમરાન ખાનની મુક્તિ માટેની ઓનલાઈન ઝુંબેશ વેગ પકડી રહી છે. બીજીબાજુ પાકિસ્તાનમાં x-યુઝર્સે #ResignAsimMunir, #PakistanUnderMilitaryFascism, #UndeclaredMartialLaw અને #BoycottFaujiDhanda જેવા હેશટેગ પોસ્ટ કરીને પાકિસ્તાની આર્મી ચીફને નિશાન બનાવી રહ્યા છે.

Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE

વધુ સમાચાર માટે જોતા રહો