
Summer : ઉનાળામાં તરસ વધારે લાગે છે. તરસ લાગવી સામાન્ય છે અને એમાં પણ ઠંડુ પાણી એક દમ શાંતિનો અનુભવ કરાવે છે. ફ્રીજની તુલનામાં પરંપરાગત માટીના માટલાનું પાણી સૌને પસંદ આવે છે. શિયાળામાં રોજનું દોઢ લિટર પાણી પીતાં ફેં પડી જાય, પણ ઉનાળામાં પાણી અને પીણાં બધું થઈને અઢી-ત્રણ લિટર તો આરામથી ગટગટાવી જવાય છે. સામાન્ય લોકોને ઠંડુ પાણી એટલે માટલું યાદ આવે. માટલું બનાવવું એ એક કળા છે, માટલા બનાવવા માટે માટી, રાખ, ઘોડાની લાદ અને ભૂસાનો ઉયપોગ થાય છે. ઉનાળામાં માટલાનું પાણી હંમેશા ઠંડક આપે છે. ત્યારે કેવું માટલું ખરીદવું જોઈએ કેવા માટલામાં પાણી વધુ ઠંડુ થાય છે, આજે તેના વિષે વાત જાણીશું.

માટલા 3 પ્રકારના હોય છે એક લાલ રંગના, કાળા રંગના અને સફેદ :
લાલ, કાળા અને સફેદ માટલા વચ્ચેનો તફાવત : આ માટલાને બનાવવા માટેની માટી એક જ હોય છે. લાલ માટલા બનાવતી વખતે ભઠ્ઠી ખુલ્લી રાખવામાં આવે છે, જ્યારે કાળા માટલાને શેકતી વખતે તેને પેક કરવામાં આવે છે અને પછી બાળવામાં આવે છે. આ કાળા માટલાને મજબૂત બનાવે છે અને પાણીને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ માટલાની કિંમત ૩૦૦ થી ૪૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને કદ અને ડિઝાઇન પ્રમાણે બદલાય છે. લાલ અને કાળાની તુલનામાં સફેદ માટલામાં પાણી ઓછું ઠંડું કરે છે.
માટલા ખરીદ્યા બાદ, પહેલા બે દિવસ તેને પાણીથી ભરેલું રાખવું જરૂરી છે. પીવાનું પાણી ત્રીજા દિવસ સુધી ભરીને રાખવું જોઈએ. કાળા માટલા ધીમે ધીમે લીક થાય છે, જેના કારણે તેનું પાણી ઠંડુ રહે છે. લાલ માટલામાં ઠંડક ઓછી હોય છે, તેથી કાળા માટલાની માંગ વધુ હોય છે. જો તમને ઉનાળામાં કુદરતી ઠંડુ પાણી જોઈતું હોય, તો માટીના માટલાનો વિકલ્પ હંમેશા સારો રહે છે.

માટલાનું પાણી એટલે સ્વાસ્થ્ય માટે અમૃત :
માટલાનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, જેના કારણે ભારતમાં તેનું પરંપરાગત રીતે પાણી પીવામાં આવે છે, કારણ કે મટકાનું પાણી મીઠું હોવાની સાથે, આપણને ઘણી બીમારીઓથી પણ મુક્તિ આપે છે. આથી, આજે પણ ઘણા લોકો મટકાનું પાણી પીવાનું પસંદ કરે છે અને ઉનાળો આવતાની સાથે જ મટકાની માંગ ઘણી વધી જાય છે.
ગેસની સમસ્યા VR LIVE પર જોવો દરેક દર્દના ઈલાજ
Drumstick Vegetable Bad Effect : આ ૪ લોકોએ સરગવો ભૂલથી પણ ન ખાવો જોઈએ