HomeAhmedabadAhmedabad : માં સુલેશ્વરી માતાજીના ભવ્ય દિવ્ય રથનું પ્રસ્થાન, 500 પદયાત્રી પહોંચશે...

Ahmedabad : માં સુલેશ્વરી માતાજીના ભવ્ય દિવ્ય રથનું પ્રસ્થાન, 500 પદયાત્રી પહોંચશે માતપુર

Ahmedabad :  અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા એમ્પાયર સ્કાય વ્યુ પરથી માતપુર સુધી ની ભવ્ય પદયાત્રાનો ઉમળકાભેર પ્રારંભ કરાયો હતો. ઊંઝા પાસેના માતપુર ગામના આસ્થા-શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા મા સુલેશ્વરી માતાજીના જયજયકાર સાથે ૫૦૦ પદયાત્રીઓ ચોથના દિવસે માતપુરગામ પહોંચશે.

Ahmedabad

સાયન્સ સીટી રોડ પરના એમ્પાયર સ્કાય વ્યુ ખાતે રહેતા જીગર ડાહ્યાભાઈ પટેલને મુખ્ય યજમાન પદનો લ્હાવો મળ્યો છે. ભવ્ય અને સુંદર કલાત્મક કોતરણી ધરાવતો રથ જીગર પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો હતો. ભવ્ય અને નયનરમ્ય મંડપમાં રથ પધારતાં જ દિપિકાબેન ના હસ્તે સ્વાગત પૂજા કરાઈ હતી. નૂતનવર્ષ દિવસે શુભ ચોઘડીયામાં જીગરભાઈ, તેમના પત્ની દિપિકાબેન, તેમના પરિવારજનો સહિત મહેમાનોના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા સુલેશ્વરી માતાજીની પૂજા કરવામાં આવી હતી. માતાજીની આરતી ઉતાર્યા બાદ ભાવપૂર્વક થાળ ધરાવવામાં આવ્યો હતો. ૧૫ વર્ષથી નુતનવર્ષ ના શુભ દિવસે અમદાવાદથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે.

Ahmedabad

Ahmedabad :  સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા સુલેશ્વરી માતાજીની પૂજા કરવામાં આવી હતી. રાજકીય મહાનુભાવો, સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત એક હજારથી વધારે શ્રદ્ધાળુઓ અને આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ કરાયો હતો. શ્રધ્ધાળુ ભક્તો અને સ્વયંસેવકો ની સ્વયંશિસ્ત અને કાબીલેદાદ સંયમ સાથે માતાજીને એક લાઈનમાં ઉભા રહી માતાજી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.ડીજે ના તાલે મા સુલેશ્વરી માતાજીના કર્ણપ્રિય ભક્તિગીતો, ગરબા કરવામાં આવ્યા હતા. પ્રત્યેક શ્રધ્ધાળુઓએ શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Ahmedabad : મા સુલેશ્વરી માતાજીના ભવ્ય દિવ્ય રથનું પ્રસ્થાન

Ahmedabad

Ahmedabad :  ત્યારબાદ ભુગળ વગાડી માતાજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાયન્સ સીટી રોડથી ચાર કિલોમિટર સુધી રોડ પર લાલ ઝાઝમ પાથરવામાં આવી હતી. લાલ ઝાઝમ પર માતાજીનો રથ ચાલ્યો હતો. પદયાત્રામાં ૫૦૦ કરતાં વધારે પદયાત્રીઓ આસ્થા-શ્રધ્ધા સાથે ઉમળકાભેર જોડાયા હતા. ત્રિશૂળ આકારના ડ્રોન મારફતે ૫૦ કિલો જેટલી ગુલાબની પાંદડીઓ ની માતાજીના રથ પર પુષ્પ વર્ષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાયન્સ સિટી રોડ ના એમ્પાયર સ્કાય વ્યૂ પર ભવ્ય શુશોભીત વિવિધ મંડપ ડેકોરેટ કરાયા હતા.

Ahmedabad

ભવ્ય પદયાત્રા ચાથના દિવસે માતપુરગામ પહોંચશે.ગામજનો દ્વારા માતાજીના રથ અને પદયાત્રીઓનું સ્વાગત કરાયું હતું. જ્યાં ત્રણ દિવસ સુધી ઉત્સવ ઉજવાશે. મહત્વની વાત એ છે કે દાનેશ્વરી દાતાઓ દ્વારા ગામની કુંવારી દિકરીઓ અને પરણિત દિકરીઓને વિવિધ પ્રકારની ૧૨ થી વધારે વસ્તુઓ તથા રોકડ રકમ દાન ગીફ્ટ કરવામાં આવશે.

Ahmedabad : લાખો શ્રધ્ધાળુઓ ના આસ્થા-શ્રધ્ધા નું કેન્દ્ર ગણાતા મા સુલેશ્વરી માતાજીને ગૌરી માતા પણ કહેવામાં આવે છે. ગૌરી મા એટલે ઉમિયા માતાજી માનવામાં આવે છે.ચમત્કારી ગણાતી મા સુલેશ્વરી દરેક શ્રધ્ધાળુઓ ની મનોકામના પૂર્ણ કરે છે. પદયાત્રા માતપુર પહોંચતાં જ ગામમાં ત્રિદિવસીય ભવ્ય ઉત્સવ મનાવવામાં આવે છે. પદયાત્રાનો શુભારંભ પૂર્વે  રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

ઉલ્લેખનીય છે કે માતપુર ગામમાં આનંદ, મંગળ, ઉત્સવ છવાયો છે. ગામના ૨૫૦૦ કરતાં પણ વધારે યુવાન દિકરા દિકરીઓ મહોત્સવને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પદયાત્રાના મુખ્ય દાતા જીગર પટેલ કહે છે કે મા સુલેશ્વરી માતાજીની એટલેકે ગૌરી સ્વરૂપ મા કુળદેવી ઉમિયા માતાજીની ક્રુપા આશિર્વાદ સદાય સહું પર વરસતા રહ્યા છે, એટલે જ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરેક ભાઈ બહેનો ઉમળકાભેર મહોત્સવમાં જોડાયા છે. માતાજીની ક્રુપા આશિર્વાદ ના કારણે જ મને મુખ્ય યજમાન પદ નશીબ માં મળ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments