Riverfront : રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કાળી બાજુ, વિસ્થાપિત પરિવારોના ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્ય

0
115

Riverfront Development Project: પુરસ્કાર વિજેતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ વચ્ચે વિસ્થાપિત પરિવારો ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે.

‘અર્બન ડિઝાઇન અને કન્સેપ્ટ’, ‘સેફ્ટી એવોર્ડ’ અને ‘હુડકો-બેસ્ટ પ્રેક્ટિસ ફોર લિવિંગ એન્વાયર્નમેન્ટ’ માટેના પુરસ્કારોથી સન્માનિત સાબરમાટી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Riverfront Development Project) હવે તપાસના ઘેરામાં આવ્યો છે, કેમ કે હવે વિસ્થાપિત પરિવારોની જીવન જરૂરિયાત અને રહેવાની પરિસ્થિતિ બગડી છે.

Riverfront Development Project હેઠળના મકાનો જીવિત બોમ્બ સમાન

હાઈકોર્ટના સ્વર્ગસ્થ વકીલ ગિરીશ પટેલના અવિરત પ્રયત્નોને કારણે શાહપુર, રાખિઆલ, રાણીપ, વાસણા  અને બાલોલનગર જેવા વિસ્તારોમાં 21 પુનર્વસન સ્થળોની સ્થાપના થઈ, જે આ Riverfront પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત 13,000 થી વધુ પરિવારોને આશ્રય પૂરો પાડે છે.

Riverfront : રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કાળી બાજુ, વિસ્થાપિત પરિવારોના ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્ય
Riverfront : રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કાળી બાજુ, વિસ્થાપિત પરિવારોના ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્ય

જો કે, 2012 માં રૂ. 182 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા આ નવા મકાનોની હાલત ઝડપથી બગડી રહી છે અને આવાસો જર્જરિત બન્યા છે, જે રહેવાસીઓની સલામતી માટે ગંભીર ખતરો છે. જર્જરિત ઈમારતો એક જીવિત ટાઈમ બોમ્બ સમાન બની ગયા છે, જે આવનારી આફતો અંગે ચિંતા ઉભી કરી રહ્યા છે.

વર્ષો વિત્યા છતાં મકાનોના કાગળ ક્યાં..?

આ મકાનો માટે જરૂરી કાગળો અને બિલો મેળવવા માટે રહેવાસીઓ દ્વારા દાયકાઓ સુધીના પ્રયાસો નિરર્થક ગયા છે, જે તેમની મુશ્કેલીઓમાં વધારો કરે છે. 12 વર્ષ પછી પણ આ મકાનો કોર્પોરેશનની માલિકીના હોવાથી તેમાં રહેતા લોકો હંમેશા પરેશાન રહે છે.

12 વર્ષમાં જ મકાનો ખંડેર બન્યા

આ મકાનોમાં પ્લાસ્ટર અને છત પરથી પાણી સતત પડતું રહે છે. માત્ર 12 વર્ષમાં આ મકાનો ખંડેર બની ગયા છે. જર્જરિત મકાનો સાથે ગંદા વાતાવરણમાં રહેવું મુશ્કેલ છે. ઉપરથી જીવન જરૂરિયાતની વધતી કિંમતને કારણે અમદાવાદમાં ઘર ખરીદવું આ લોકો માટે અશક્ય સમાન છે

Riverfront : રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કાળી બાજુ, વિસ્થાપિત પરિવારોના ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્ય
Riverfront : રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કાળી બાજુ, વિસ્થાપિત પરિવારોના ભાંગી પડતાં ઘરો અને અનિશ્ચિત ભવિષ્ય

પુનઃવિકાસિત સાઇટ પર આવાસ મળવાનો ડર

શું આ બિલ્ડીંગોને ક્યારેય રીનોવેશન કરવામાં આવશે અથવા પુનઃવિકાસિત સાઇટ પર આવાસ આપવામાં આવશે.

અહીં વસતા લોકો એ ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે કે “એમને જીવનનો ડર છે, કારણ કે એમની પાસે અસ્તિત્વનો કોઈ પુરાવો નથી.” પુનઃવિકાસનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના કારણે વિસ્થાપિત પરિવારોને ચિંતા થઈ રહી છે કે તેઓ ફરીથી ઘરો મળશે કે કેમ… જો રીનોવેશન થાય તો ઘર મળશે કે કેમ તે ખતરો સતત મંડરાઈ રહ્યો છે.

તેમના હાલના ઘરો માટે દસ્તાવેજોના અભાવે તેમની ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે. સેન્ટ ઝેવિયર્સ સોશ્યલ સર્વિસ સોસાયટી અસરગ્રસ્ત લોકોને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા માટે સહાય પૂરી પાડી રહી છે.

કેટલીક સંસ્થાઓ તેમને મદદ કરી રહી છે અને અધિકારીઓ પાસેથી સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે, “અમારી નબળાઈ એ છે કે 12 વર્ષ પછી પણ અમારી પાસે અમારા રહેઠાણનો પુરાવો નથી. અનેક વખત અરજી કરવા છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી.”

પ્રાપ્ત માહિતી મુજબ વાસણા સ્વર્ણિમ નગરમાં 1,800 થી વધુ મકાનો છે. તેમાંથી 1,664ને ગુરુવારે તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં માત્ર 224 મકાનો જ બચ્યા હતા. તાજેતરમાં વાસણામાં 1000 થી વધુ મકાનો ધરાશાયી કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ આવાસ યોજનાઓની નબળી સ્થિતિએ ત્યાં રહેતા લોકોના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો