Sleep Less: તંદુરસ્ત જીવન માટે દરરોજ 8 કલાક (8 hours sleep)ની ઊંઘ જરૂરી હોવાનું કહેવાય છે. ઘણા લોકો 12થી 14 કલાક જેટલું સુવે છે. ઘણા લોકોને ખૂબ જ વહેલા ઉઠી જવાની ટેવ હોય છે. સુવા બાબતે મોટાભાગના લોકોની આદતો સમાન જ હોય છે. પરંતુ તાજેતરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
એક યુવાન માત્ર 30 મિનિટ જ ઊંઘતો હોવાના (Man sleeps for 30 minutes) અહેવાલ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે કોણ છે તે વ્યક્તિ અને શા માટે આવું કરે છે?
જાપાનનો એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. ડાઈસુકે હોરી નામના 40 વર્ષીય વ્યક્તિનું કહેવું છે કે, તેણે પોતાના શરીર અને મનને એવી રીતે તાલીમ આપી છે કે તેને વધુ ઊંઘની જરૂર નથી. તેણે આ કામ કરવાની ક્ષમતા વધારવા માટે કર્યું.
જાપાન (Japan)માં રહેતા 40 વર્ષીય ડાઈસુકે હોરી (Daisuke Hori) ખૂબ ઓછું ઊંઘવા માટે પોતાની જાતને ટ્રેઇન કરી છે. હવે તેઓને ઓછી ઊંઘ (sleep less)ની આદત પડી ગઈ છે. જેથી તેઓ થાકતા પણ નથી.
કોણ છે ડાઈસુકે હોરી?
હોરી વ્યવસાયે બિઝનેસમેન છે. તે અઠવાડિયાના 16 કલાક જીમમાં વિતાવે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, હોરીએ 12 વર્ષ પહેલા ઓછી ઊંઘવાની આદત શરૂ કરી હતી. તેણે 2016માં જાપાન શોર્ટ સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનની પણ શરૂઆત કરી હતી. અહીં તે લોકોને સ્વાસ્થ્ય અને ઊંઘ સંબંધિત ક્લાસ આપે છે.
12 વર્ષથી દરરોજ માત્ર 30 મિનિટ સૂવાનો દાવો
40 વર્ષના ડાઈસુકે હોરી સંપૂર્ણ રીતે ફિટ છે અને દિવસભર સુપર એક્ટિવ રહે છે. બિઝનેસમેનનું કહેવું છે કે આટલી ઓછી ઊંઘ છતાં ફિટ રહેવા માટે તેણે પોતાના શરીર અને મનને એવી રીતે તાલીમ આપી છે કે તેને દરરોજ 30 મિનિટથી વધુ ઊંઘની જરૂર નથી.
શા માટે તમે ઓછી ઊંઘ લેવાનું નક્કી કર્યું?
ડાઈસુકે હોરી જણાવે છે કે કામ કરવાની ક્ષમતા વધારવા માટે તેણે 24 કલાકમાં માત્ર 30 મિનિટ જ સૂવાનું નક્કી કર્યું. ઓછી ઊંઘ કરવાથી તેમને 23 કલાક, 30 મિનિટ મળે છે. તે દરરોજ જીમમાં બે કલાકથી વધુ સમય વિતાવે છે.
તે કહે છે કે જ્યાં સુધી તમે રમતગમત અને કસરત કરી રહ્યા છો, ત્યાં સુધી કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. ખોરાક ખાવાના એક કલાક પહેલા કોફી પીવી પણ મદદરૂપ છે. આ ઊંઘ અને થાક બંનેને અટકાવે છે.
2100 લોકોને ઓછી ઊંઘ (Sleep Less)ની તાલીમ આપી
2016 માં, હોરીએ જાપાન શોર્ટ સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનની સ્થાપના કરી, જ્યાં તેણે અન્ય લોકોને અલ્ટ્રા-શોર્ટ સ્લીપ શેડ્યૂલ સાથે કેવી રીતે અનુકૂલન કરવું તે શીખવ્યું. આજની તારીખે તેણે 2,100 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે, તેઓને તેમની ઊંઘનો સમય ઘટાડવામાં મદદ કરી છે અને તેમના જણાવ્યા મુજબ, વધુ ઉત્પાદક જીવન જીવે છે.
એક અહેવાલ મુજબ, ડાઈસુકે 2016માં જાપાન શોર્ટ સ્લીપર્સ ટ્રેનિંગ એસોસિએશનની શરૂઆત કરી હતી. અહીં તેઓ ઊંઘ અને સ્વાસ્થ્ય સંબંધિત વર્ગો આપે છે. અત્યાર સુધીમાં, હોરીએ 2100 વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા સમય માટે સૂઈને પણ સ્વસ્થ રહેવાનું કૌશલ્ય શીખવ્યું છે.
લાંબા નહીં, સારી ઊંઘ જરૂરી
માત્ર 30 મિનિટ જ સુતા વ્યક્તિની વાત સાંભળી અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક જાપાનની ટીવી ચેનલે ડાઈસુકે હોરીની દિનચર્યા પર એક શો કર્યો, જેમાં હોરીનો આખો કાર્યકારી દિવસ ત્રણ દિવસ માટે રેકોર્ડ કરવામાં આવ્યો. આ ત્રણ દિવસમાં તેઓ એક દિવસે 26 મિનિટ અને બાકીના બે દિવસમાં 30-30 મિનિટ સૂતા હતા.
ચેનલ સાથે વાત કરતી વખતે ડાઈસુકે કહ્યું કે સારી ઊંઘ મેળવવી એ ઘણા કલાકો સુધી સૂવા કરતાં વધુ મહત્વનું છે. જો આપણે થોડો સમય સારી રીતે સૂઈએ તો પણ લાંબી ઊંઘની જરૂર નથી.
ડાઈસુકેની દિનચર્યા
ડાઈસુકે દરરોજ સવારે 8 કલાકે જીમ જાય છે. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ પુસ્તક વાંચવા અને સાપ્તાહિક કોલમ લખવા સહિતની કામગીરી કરે છે. ત્યારબાદ તેઓ વીડિયો ગેમ્સ રમે છે અને મિત્રો સાથે સમય વિતાવવા માટે બહાર જાય છે.
ડિનરથી બાદ તે યુટ્યુબ ચેનલ માટે વીડિયો બનાવે છે. જેમાં તેઓ લોકોને ઓછી ઊંઘ લેવાની તાલીમ આપે છે અને પછી લગભગ 2 વાગ્યે ઊંઘી જાય છે. શોના મત મુજબ તેઓ માત્ર 26થી 30 મિનિટ સૂવે છે અને એલાર્મ વિના ઉઠી જાય છે. ત્યારબાદ મિત્રો સાથે સર્ફિંગ કરવા જાય છે. ત્યાંથી તે ફરીથી ઘરે આવે છે અને પછી 8 વાગ્યે જીમ જાય છે.
તબીબ નિષ્ણાંતોનો અભિપ્રાય
ઊંઘ ન આવવાથી યાદશક્તિ નબળી પડે, હૃદયરોગનો ખતરો રહે છે. એવું ડોક્ટર્સનું કહેવું છે કે, સામાન્ય વ્યક્તિ માટે દરરોજ 6-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તેનાથી મન અને શરીરનો થાક દૂર કરીને બીજા દિવસ માટે તૈયાર થવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે હાર્ટ-એટેકનું જોખમ પણ ઘટાડે છે.
ડોક્ટરોના મતે, ખૂબ જ ઓછી ઊંઘ લેવી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી. તેની ઘણી આડઅસર પણ થઈ શકે છે. લાંબા સમય સુધી ઊંઘ ન લેવાથી યાદશક્તિમાં ઘટાડો, રોગપ્રતિકારક શક્તિ અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો રહે છે.
Sleep Less: ઓછી ઊંઘની આડ અસરો
થાક અને સુસ્તી અનુભવ
ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી
નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે
મૂડમાં ફેરફારનું જોખમ વધારી શકે છે જેમ કે ચીડિયાપણું, ચિંતા અને હતાશા
રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જે ચેપ અને રોગોનું જોખમ વધારશે
ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પ્રભાવિત થાય છે, જેના કારણે સ્થૂળતા વધવાનું જોખમ રહે છે
હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ વધશે
ઉલ્લેખનીય છે કે, ડાઈસુકે જાપાન શોર્ટ સ્લીપર એસોસિએશન (Short Sleepers Association)ના ચેરમેન છે અને તેઓ અન્ય લોકોને પણ ઓછું ઊંઘવાની તાલીમ આપે છે. તેઓનું કહેવું છે કે, સમય ઓછો હોવાના કારણે અનેક કામ થઈ શકતા નથી. જેથી તેઓ આખા દિવસના સમયનો યોગ્ય ઉપયોગ કરવા માત્ર 30 મિનિટ જ સુએ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો