Raksha Bandhan Shubh Muhurat : ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકનો સાક્ષી સમય એટલે રક્ષાબંધન, દરવખતે રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધવી એ દરેક બહેનો માટે ચિંતાનો વિષય છે, ત્યારે આજે અમે તમને આ લેખમાં રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધશો એ જણાવીશું…
Raksha Bandhan Shubh Muhurat : ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર તારીખ 19 ઓગસ્ટ સોમવારના રોજ છે. આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શુભકાર્ય નિષેધ માનવામાં આવે છે.
આ રક્ષાબંધને ભદ્રાનો પડછાયો 19 ઓગસ્ટ સવારે 05:53 થી શરૂ થશે, જે બપોરે 1:32 સુધી ચાલશે. તેથી ભદ્રાની શરૂઆત પહેલાં અને અંત પછી રક્ષાસૂત્ર બાંધવું શુભ છે. તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર- શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો 90 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
Raksha Bandhan Shubh Muhurat : રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
Raksha Bandhan Shubh Muhurat : 19 ઓગસ્ટ, સોમવારે બપોરે 02.00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી એટલે કે 5 કલાક સુધી વિશેષ શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો