Gandhinagar: 18 સિનિયર IAS ની બદલી, 8 IPSને પોસ્ટિંગ; જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

0
169
Gandhinagar: 18 સિનિયર IAS ની બદલી, 8 IPSને પોસ્ટિંગ; જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar: 18 સિનિયર IAS ની બદલી, 8 IPSને પોસ્ટિંગ; જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Gandhinagar Samachar: ગુજરાત રાજ્યમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ફેરફાર થવાના અહેવાલો વચ્ચે આજે અચાનક વહીવટીતંત્રમાં જોરદાર ફેરફાર કરવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમરને એજ્યુકેશન, હાઈ એજ્યુકેશન અને ટેકનિકલમાં મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી છે. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ

ગુજરાતમાં અઢાર આઈએએસ અને આઠ આઈપીએસની ટ્રાન્સફર-નિમણૂક કરવામાં આવી છે, જેમાં મનોજ કુમાર દાસની ચીફ મિનિસ્ટર ઓફિસ (સીએમઓ)માં ફરી એન્ટ્રી કરી છે. જયંતી રવિ ગુજરાત રાજ્યમાં પાછા ફર્યા છે, જ્યારે આર્મ્સ યુનિટના એડીજીટીપી તરીકે રાજુ ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે.

Gandhinagar થી ફેરબદલનો દૌર શરૂ થયો છે, તેમાં સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે છે. જયંતી રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે. જયંતિ રવિને ફરી ગુજરાતમાં લાવવામાં આવ્યા છે. જ્યંતિ રવિ કોરોનાકાળ દરમ્યાન ખુબજ જાણીતા બન્યા હતા..તેઓ દરરોજ કોરોનાના કેસો સાથે જોડાયેલી વિગતો જનતાને અપડેટ કરાવતા હતા.

Gandhinagar: 18 સિનિયર IAS ની બદલી, 8 IPSને પોસ્ટિંગ; જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar: 18 સિનિયર IAS ની બદલી, 8 IPSને પોસ્ટિંગ; જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Gandhinagar: કોને ક્યાં મૂકવામાં આવ્યા

  • વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા
  • ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગમાં મુકાયા
  • ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો
  • એમ.કે.દાસને CMOના ACS બનાવાયા
  • જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
  • જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા
  • ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી
  • ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી
  • ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી
  • ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
  • ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  • એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો
  • મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા
  • મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
  • રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા
  • ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા
  • અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર
  • રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા
  • રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા
  • કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ બનાવાયા
  • એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા

Gandhinagar : રાજ્યમાં 8 IPS ના પોસ્ટિંગ

ગુજરાત રાજ્ય સરકારે (Gandhinagar) કુલ અઢાર આઈએએસ અધિકારીની બદલી કરી છે, જેમાં સુનયના તોમર, પંકજ જોશી, મનોજ કુમાર દાસ, જયંતિ રવિ, પી. સ્વરુપ, એસ. જે હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડો. ટી. નટરાજનનનો સમાવેશ થાય છે. એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસને સીએમઓ એટલે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજૂ ભાર્ગવને પોસ્ટ માટે વેઈટીંગમાં મુકાયા હતા. રાજૂ ભાર્ગવને આર્મ્ડ ફોર્સના ડીજી તરીકે નિયુક્ત કારાયા છે.

  • રાજુ ભાગર્વ આર્મ્સ યુનિટના ADGP
  • વિકાસ સુંદા પોસ્ટિંગની રાહમાં
  • બિશાખા જૈન SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ
  • રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
  • IPS જીતેંદ્ર અગ્રવાલને સુપ્રીટેન્ડેન્ટ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એકમાં મુકાયા
  • નીધી ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
  • IPS કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના ADC બનાવાયા

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો