Drugs in Dwarka : દ્વારકાનો દરિયો બન્યો ડ્રગ્સનો સિલ્કરૂટ , મોજપ ગામના દરિયા કિનારે થી ચરસના 21 પેકેટ મળી આવ્યા

0
248
Drugs in Dwarka
Drugs in Dwarka

Drugs in Dwarka :   દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો હાલ સિલ્ક રોડ ગુજરાત બન્યું હોય તેવા દ્રશ્યો સામે રોજબરોજ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત દ્વારકાના દરિયા કિનારેથી અંદાજીત રૂપિયા 11 કરોડના ચરસના પેકેટ મળી આવ્યા છે, દ્વારકા જીલ્લાના મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારે થી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે.   

Drugs in Dwarka

Drugs in Dwarka :    દ્વારકા જિલ્લા દરિયા કીનારેથી અગાઉ બીનવારસુ ચરસ મળી આવ્યા હતા. જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગંભીરતાથી લઇ દેવભૂમિ દ્વારકા SOG, સ્થાનિક પોલીસ, SRD તથા GRD સભ્યોને સાથે રાખી દરિયા કિનારા વિસ્તારના મળી આવેલા ચરસ બાબતે દરિયા કિનારા વિસ્તારમાં સ્ટેસ્ટીક પોઇન્ટ નક્કી કરી પેટ્રોલિંગ વધારી દીધું છે,

Drugs in Dwarka

Drugs in Dwarka :    પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન  20/07/24ના રોજ મીઠાપુર પોલીસ સ્ટાફ તથા SRD સભ્યોની ટીમો મીઠાપુર વિસ્તારના મોજપ ગામના દરિયા કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોજપ ગામના દરિયા કીનારેથી માદક પદાર્થ ચરસના 21 પેકટ, જેમાં 23,680 કિલો ચરસ બીનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂપિયા 11 કરોડ 84 લાખ જેટલી થવા પામે છે. આ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

Drugs in Dwarka :    અગાઉ પણ પોલીસે 16.65 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું

Drugs in Dwarka

Drugs in Dwarka : થોડા દિવસો પહેલાં રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસનાં 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો