Gujarat Rain (VIDEO): સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

0
291
Gujarat Rain (VIDEO): સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain (VIDEO): સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Gujarat Rain Updates: હવામાન વિભાગની આગાહી વચ્ચે પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે ફરી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે દ્વારકા અને પોરબંદરમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે.

Gujarat Rain (VIDEO): સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain (VIDEO): સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારને જળબંબાકાર જેવી સ્થિતિ કરી દીધી છે. ચોમાસાની શરૂઆતમાં જ પોરબંદર જિલ્લા સહિત માણાવદર, ખંભાળિયા, કેશોદ તાલુકાઓમાં સરેરાશ 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે.

Gujarat Rain: પોરબંદરના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ

સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધારે પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત, દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને સ્થળ ત્યા જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

ભારે વરસાદને કારણે માત્ર 24 કલાકમાં જ પોરબંદરમાં 18 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને સમગ્ર પોરબંદર જિલ્લામાં સિઝનનો 63 ટકા વરસાદ પડ્યો હતો. આમ, પોરબંદરમાં અત્યાર સુધીમાં 100 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. હાલ પોરબંદરમાં કુલ 103 ટકા વરસાદ પડી ગયો હોવાનો આંકડો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોરબંદરનો સરેરાસ વરસાદ 30 ઇંચ છે, પરંતુ માત્ર 24 કલાકમાં 19 ઈંચ વરસાદ થતાં 100 ટકા વરસાદનો આંકડો પૂર્ણ થયો છે.

પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે શહેરના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે શહેરના રોકડીયા હનુમાન પાસેના મફતીયાપરામાં લોકોના ઘરમાં પાણી ભરાવાની સાથે એક-એક માળ જેટલાં પાણી ભરાતાં લોકો ફસાયા હતા. તેવામાં ફાયર વિભાગે જાણ કરતાં 13 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શહેરમાં 15થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષોને દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યાં હતા.

Gujarat Rain: જુનાગઢના કેશોદમાં મેઘ તાંડવ

જુનાગઢના કેશોદમાં પણ મેઘ તાંડવ જોવા મળ્યું હતું. જેને લઈને શહેર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. ત્યારે કેશોદમાં પણ સિઝનનો 94 ટકા વરસાદ થયો હોવાના આંકડા સામે આવ્યા છે. જણાવી દઈએ કે, કેશોદમાં દર વર્ષે સરેરાશ 38 ઈંચ વરસાદ નોંધાય છે, ત્યારે આ સિઝનમાં અત્યાર સુધીમાં 35 ઈંચ પડી ગયો છે.

દેવભૂમિ દ્વારકાને ધમરોળ્યા બાદ મેઘરાજા આજે પણ વહેલી સવારથી જ દ્વારકામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારથી દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અત્યાર સુધીનો 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જણાવી દઈએ કે, ખંભાળિયામાં પણ સરેરાશ 35 ઈંચ વરસાદ પડે છે, ત્યારે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 37 ઈંચ વરસાદ નોંધાતા તેમનો સરેરાસ આંકડો 100 ટકાને વટી ગયો છે.

આ સાથે, જુનાગઢના માણાવદર અને વંથલીમાં પણ સિઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. માણાવદરમાં સરેરાશ 36.8 ઈંચ સામે 36.9 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલીમાં સરેરાશ 41.3 ઈંચ સામે 43.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: જામનગર: ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું

જામનગરના દરેડમાં આવેલું સુપ્રસિદ્ધિ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જામનગર પંથકમાં અવિરત વરસાદથી રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

Gujarat Rain: ગુજરાતમાં 41 રસ્તાઓ બંધ

ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. 

સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને વલસાડ આસપાસના વિસ્તારોમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરી છે.

Gujarat Rain:  ઝોનવાઈઝ વરસાદ

Gujarat Rain:  ગુજરાતમાં ઝોનવાઈઝ વરસાદ
Gujarat Rain:  ગુજરાતમાં ઝોનવાઈઝ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 54.58 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 50.90 ટકા વરસાદ નોંધાયો છે. 

Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાજ્યના કુલ 9 જિલ્લામાં કાલ સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવી છે. જેમા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં એલર્ટ છે, ત્યાં ગાજવીજ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો