Encounter: છત્તીસગઢ સરહદ નજીક મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બુધવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટી અથડામણ થઈ. જેમાં ઓછામાં ઓછા 12 નક્સલવાદીઓ માર્યા ગયા. આ અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.
ગઢચિરોલીના પોલીસ અધિક્ષક નીલોત્પલે એજન્સીને જણાવ્યું કે વંડોલી ગામમાં બપોરે C-60 કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો અને તે છ કલાક સુધી ચાલુ રહ્યો. તેમણે કહ્યું કે માઓવાદીઓના 12 મૃતદેહો સિવાય પોલીસે ઘટનાસ્થળેથી 3 AK-47, 2 INSAS રાઈફલ્સ, એક કાર્બાઈન અને એક SLR સહિત સાત ઓટોમોટિવ હથિયારો જપ્ત કર્યા છે.
Encounter: ગૃહમંત્રીએ ઈનામની જાહેરાત કરી
પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલવાદીઓમાંના એકની ઓળખ ટીપાગઢ દલમના પ્રભારી ડીવીસીએમ લક્ષ્મણ આત્રામ ઉર્ફે વિશાલ આત્રામ તરીકે થઈ હતી. પોલીસ અધિક્ષકે કહ્યું, ‘મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે C60 કમાન્ડો ટીમો અને ગઢચિરોલી પોલીસ માટે 51 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. માઓવાદીઓની ઓળખ અને વિસ્તારની શોધખોળ ચાલુ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો