Learning License: ગુજરાતમાં અત્યાર સુધી લર્નિંગ લાયસન્સમાં ચાલતી લાલિયાવાડીના કારણે લોકોને અંદાજે 4 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સૂચના સામે રાજ્ય સરકારે આંખ આડા કાન કરતાં આ સ્થિતિ સર્જાઇ છે.
પહેલા લર્નિંગ લાયસન્સ (Learning License) માટે ગુજરાતમાં 15માંથી 11 સાચા જવાબ આપનારા ઉમેદવારને પાસ ગણાતા હતા પરંતુ કેન્દ્ર સરકારે 2021માં 15માંથી 9 સાચા જવાબ આપનારાને લર્નિંગ લાયસન્સ આપવું તેવું કહ્યા છતાં ગુજરાતમાં 3 વર્ષ અને 3 મહિના સુધી તેનો અમલ ન થયો. જેના કારણે 9થી 11 માર્કસ વચ્ચે ફેલ થનારા લોકોએ આ 3 વર્ષ અને 3 મહિનામાં અંદાજે 4 કરોડ રૂપિયા ગૂમાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લર્નિંગ લાયસન્સ માટે એક મહિનામાં સરેરાશ અંદાજે 1, 25,000 અરજી આવે છે. જેનો વાર્ષિક આંકડો જોઇએ તો તે 15 લાખ થાય છે. આ 15 લાખ લોકોમાંથી 9થી 11 માર્કસ વચ્ચે ફેલ થનારા લોકોની સંખ્યા અંદાજે 2.50 લાખ છે. એક લર્નિંગ લાયસન્સની અરજી માટેની ફી 50 રૂપિયા લેવાય છે. આ 2.50 લાખ લોકોએ ફી પેટે 50 રૂપિયા ચૂકવ્યા હોય તે સ્વભાવિક છે એટલે કહી એવું કહી શકાય કે, બેદરકારીના કારણે એક વર્ષમાં 2.50 લાખ લોકોના 1.25 કરોડ રૂપિયા પાણીમાં ગયા.
Learning License: સરકારે 4 કરોડ ઉઘરાવી પણ લીધા
ગુજરાતમાં દર મહિને લર્નિંગ લાયસન્સ માટે એવરેજ 1,25,000 અરજી આવે છે એટલે વાર્ષિક 15 લાખ અરજી થઇ. 3 વર્ષને 3 મહિના લેખે 50-51 લાખ અરજી થઇ. એમાં આજ સુધી 11 પ્રશ્નોના સાચા જવાબો આપનારને જ પાસ કરાતા હતા. મેં ગણતરી કરી તો એક વર્ષમાં એવરેજ 2.5 લાખ લોકો ફેલ થાય છે. એટલે 3 વર્ષને 3 મહિનામાં 7.5 લાખથી વધુ લોકો ફેલ થાય તેવું કહી શકાય. એક ઉમેદવાર જ્યારે એકઝામ આપે ત્યારે 50 રૂપિયા ફી ભરે છે. તે નાપાસ થાય એટલે ફરી 50 રૂપિયા ફી ભરવી પડે. ખાલી 50 રૂપિયા ટેસ્ટ ફીની એવરેજ ગણીએ તો પણ 4 કરોડનું મોટું કૌંભાડ કહેવાય અને લોકોના સમયનો વ્યય થાય તે અલગથી, હેરાનગતિ તો ખરી જ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો