NEPAL NEWS :  પાડોશી દેશમાં રાજકીય ભૂકંપ, નેપાળના વડાપ્રધાન હાર્યા વિશ્વાસમત   

0
274
NEPAL NEWS
NEPAL NEWS

NEPAL NEWS :  નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, પ્રચંડ સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છે. 19 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ હવે તેમને પદ છોડવું પડ્યું. હકીકતમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્માની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલ દ્વારા સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધા પછી પ્રચંડને વિશ્વાસ મત મેળવવાની ફરજ પડી હતી. સીપીએન-યુએમએલએ સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી, પ્રચંડના વિકલ્પો મર્યાદિત હતા, જેના કારણે તેમને તાત્કાલિક પદ છોડવું અથવા એક મહિનાની અંદર વિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો. શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત યોજાયો હતો, જેમાં તેઓ હારી ગયા હતા.

1 104

NEPAL NEWS :  આ પાંચમી વખત હતું જ્યારે પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને સંસદમાં અવિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ ચાર પ્રયાસોમાં વિશ્વાસ મત મેળવવામાં સફળ રહ્યા હતા. દહલના સૌથી મોટા ગઠબંધન પાર્ટનર CPN-UMLએ 3 જુલાઈએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 25 ડિસેમ્બર, 2022ના રોજ પીએમ બન્યા બાદ દહલ લઘુમતી સરકારનું સતત નેતૃત્વ કરી રહ્યા હતા. અને લગભગ 19 મહિના પછી તેમની સરકાર પડી. 69 વર્ષીય પ્રચંડને 275 સભ્યોની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 63 વોટ મળ્યા હતા. પ્રસ્તાવના વિરોધમાં 194 મત પડ્યા હતા. વિશ્વાસ મત જીતવા માટે ઓછામાં ઓછા 138 મતો જરૂરી છે.

30

NEPAL NEWS :  તમને જણાવી દઈએ કે નેપાળના નીચલા ગૃહમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણી સમજૂતી કર્યા બાદ કેપી શર્મા ઓલીની પાર્ટીએ વર્તમાન સત્તારૂઢ ગઠબંધનમાંથી પોતાને બહાર કાઢી લીધા છે. આ સ્થિતિમાં, પ્રચંડની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી કેન્દ્ર) પાસે માત્ર 32 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે અને નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે. NCA અને CPN-UML ગઠબંધન પાસે હવે 167 બેઠકોનું સંખ્યાબળ છે.

1

NEPAL NEWS :  શું દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવશે?

NEPAL NEWS :  નેપાળના 275 સભ્યોના નીચલા ગૃહમાં સરકાર બનાવવા માટે 138 સભ્યોની જરૂર છે, જ્યારે NCA અને CPN-UML ગઠબંધન પાસે 167 સભ્યોની સંખ્યા છે, જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણી વધારે છે. જેના કારણે આશા જાગી છે કે દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવી શકે છે. NECA અને CPN-UML વચ્ચેના કરાર અનુસાર, ઓલી અને દેઉબા ત્રણ વર્ષ માટે રોટેશન દ્વારા પીએમ પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો