GUJARAT RAIN : રાજ્યમાં ચોમાસું સંપૂર્ણ પણે એક્ટીવ મોડમાં જોવા મળી રહ્યું છે, રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, આખા દેશમાં પણ ચોમાસું બેસી ગયું છે. ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.
GUJARAT RAIN : ક્યાં નોંધાયો વરસાદ
જીલ્લો | વિસ્તાર | વરસાદ |
બનાસકાંઠા | લાખણી | 11 ઈંચ |
મહેસાણા | મહેસાણા | 4 ઇંચ |
મહેસાણા | બહુચરાજી | 4 ઇંચ |
નવસારી | ચીખલી | ૩.૭૫ ઇંચ |
બનાસકાંઠા | દાંતિવાડા | ૩.૭૫ ઇંચ |
બનાસકાંઠા | વાવ | ૩.25 ઇંચ |
બનાસકાંઠા | સુઈગામ | ૩.25 ઇંચ |
અરવલ્લી | મોડાસા | 2.75 ઇંચ |
ડાંગ | વઘઈ | 2.75 ઇંચ |
નવસારી | વાંસદા | 2.50 ઇંચ |
પાટણ | સિદ્ધપુર | 2.50 ઇંચ |
મહીસાગર | બાલાસિનોર | 2.50 ઇંચ |
બનાસકાંઠા | થરાદ | 2.25 ઇંચ |
તાપી | ડોલવણ | 2.25 ઇંચ |
GUJARAT RAIN : આ સાથે જો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો દાહોદના ફતેપુરામાં સવા બે ઈંચ, મહેસાણાના ઊંઝામાં બે ઈંચ, સુરતના ઓલપાડમાં પોણા બે ઈંચ, ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પોણા બે ઈંચ, નવસારી, ખેરગામ, જલાલપોરમાં પોણા બે ઈંચ, ડાંગના આહવામાં પોણા બે ઈંચ, પંચમહાલના શહેરામાં પોણા બે ઈંચ, હિંમતનગર, પાટણમાં પોણા બે ઈંચ, જોટાણા,કપડવંજમાં પોણા બે ઈંચ, લુણાવાડા, દેત્રોજ, સંજેલીમાં પોણા બે ઈંચ, તલોદ, ઝાલોદ,વાલોડમાં દોઢ ઈંચ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજમાં દોઢ ઈંચ, વડનગર, સંતરામપુરમાં દોઢ ઈંચ, અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સાથે કઠલાલ, પલસાણામાં દોઢ ઈંચ, સમી, ડીસા, નડિયાદમાં દોઢ ઈંચ, સોનગઢ, સાવરકુંડલા, વલસાડમાં સવા સવા ઈંચ, સુરતના મહુવા, ઉમરપાડામાં સવા ઈંચ, કડી, ગણદેવીમાં એક એક ઈંચ, દસક્રોઈ, સાણંદ, મેઘરજમાં એક એક ઈંચ, દસાડા, સુબીર, વાપીમાં એક એક ઈંચ, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મામાં એક એક ઈંચ, બારડોલી, વિજાપુર, ઉચ્ચછમાં પોણો ઈંચ, માંડલ, ધરમપુર, પાલિતાણામાં પોણો ઈંચ, ભિલોડા, અંકલેશ્વરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો,
GUJARAT RAIN : આજે ક્યાં પડશે વરસાદ ?
આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જયારે 4 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં : ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જીલ્લમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો