Home Breaking News ParliamentSession : લોકસભામાં સંવિધાન vs કટોકટી, પક્ષ-વિપક્ષ આમનેસામને   

ParliamentSession : લોકસભામાં સંવિધાન vs કટોકટી, પક્ષ-વિપક્ષ આમનેસામને   

0
321
ParliamentSession
ParliamentSession

ParliamentSession :   18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઇ ગયું છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને આજે સંબોધિત કરીહતી . આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ચૂંટાયેલી સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરી હતી. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ ઈમરજન્સી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આવનારા થોડા મહિનામાં ભારત પ્રજાસત્તાક તરીકે 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ભારતીય બંધારણ છેલ્લા દાયકાઓમાં દરેક પડકારો અને કસોટી સામે ટકી રહ્યું છે. દેશમાં બંધારણ લાગુ થયા બાદ પણ બંધારણ પર અનેક હુમલા થયા છે. 25 જૂન 1975ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પર સીધો હુમલો હતો. જ્યારે તે લાદવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં હોબાળો થયો હતો.

ParliamentSession

ParliamentSession : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઇ ગયું છે, 26 જૂન-1975માં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા દેશમાં લાગુ કરાયેલી કટોકટીને બુધવારે સંસદમાં યાદ કરવામાં આવી હતી. એટલું જ નહીં કટોકટીના વિરુદ્ધમાં સંસદમાં ઠરાવ પસાર કરાયો અને મૌન પાળવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે સંસદની કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

ParliamentSession

ParliamentSession : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કટોકટી વિરુદ્ધના ઠરાવને વાંચવાનું શરૂ કર્યું અને તેને ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી હતી, આ સમયે વિપક્ષના સાંસદો જગ્યા પર ઉભા થઇને ઉગ્ર નારા લગાવવા લાગ્યા હતા. હવે આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આપણે આવા રાજકીય પ્રસ્તાવોથી બચવું જોઈએ.

ParliamentSession : રાહુલે કટોકટીના વિરુદ્ધનાં ઠરાવનો વિરોધ ઉઠાવ્યો

લોકસભામાં કટોકટીની નિંદા વિરુદ્ધનો ઠરાવ પસાર કરાતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નારાજગીર વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અધ્યક્ષે આવો રાજકીય પ્રેરિક પ્રસ્તાવ ન લાવવો જોઈએ અને તેમણે તેનાથી બચવું જોઈતું હતું. દરમિયાન રાહુલ ગાંધીએ ઈન્ડિ ગઠબંધન (I.N.D.I. Alliance)ના નેતાઓ સાથે આજે અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ની મુલાકાત કરી હતી. આ ઉપરાંત આજે લોકસભામાં શરૂ થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કટોકટી વિરુદ્ધના ઠરાવથી વાંધો વ્યક્ત કર્યો છે.

ParliamentSession : ભાજપ-કેન્દ્ર લોકસભાનો માહોલ બગાડવા માંગે છે : કોંગ્રેસ મહાસચિવ

કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે (K.C.Venugopal) પણ કટોકટી વિરુદ્ધના ઠરાવનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ જે રીતે કટોકટીની વાત કહી, તે આશ્ચર્યજનક છે. સરકારે જાણીજોઈને આજનો દિવસ પસંદ કર્યો છે. આજે ગૃહનો માહોલ સારો હતો, આજે અધ્યક્ષની ચૂંટણી યોજાવાની હતી, જોકે ભાજપ અને કેન્દ્ર સરકાર આ માહોલને બગાડવા માંગતી હતી.’

ParliamentSession : અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભામાં શું કહ્યું હતું?

ParliamentSession

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઠરાવ વાંચતા કહ્યું હતું કે, 26 જૂન, 1975ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકારમાં વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરીને સમગ્ર દેશને જેલમાં ફેરવી નાખ્યો હતો. તે સમયે વિપક્ષના અનેક નેતાઓને જેલમાં કેદ કરી લેવાયા હતા. મીડિયા અને ન્યાય પાલિકા પર પ્રતિબંધો લાગુ કરી દેવાયા હતા. હવે આજે જ્યારે આપણે કટોકટી લાગુ કરી તેના ૫૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે 18મી લોકસભા લોકશાહી અને બંધારણ બચાવવા માટે કટિબદ્ધ છે. સ્પીકર ઓમ બિરલા અને ભાજપના સાંસદો દ્વારા કટોકટીના વિરુદ્ધમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 


વિમેન્સ T20 વર્લ્ડ કપ: ભારતનો હેતુ પુરૂષ ટીમના વિજય સાથે પ્રેરણા તરીકે ગૌરવ મેળવવાનો છે નવરાત્રિમાં નવ દિવસ વાર પ્રમાણે પહેરો નવ રંગોના બોલીવુડ સ્ટાઇલના કપડાં. Happy Navratri 2024 Wishes World Tourism Day 2024 27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ Jivitputrika Vrat 2024: જાણો તિથિ, શુભ સમય માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે ઉર્મિલા માતોંડકર અને પતિ મોહસીન અખ્તર મીર લગ્નના 8 વર્ષ પછી છૂટાછેડા લીધા રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેર્યો આવો જાણીએ મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘા વિષે ફવાદ ખાન અને માહિર ખાન સ્ટારર ફિલ્મ ૧૦ વર્ષમાં પહેલી પાકિસ્તાની ફિલ્મ રીલીઝ થશે ૮ એવા ખોરાક જે ધીમી કરશે ત્વચા ની વૃદ્ધાવસ્થા ઓણમ ઉત્સવ કેરળનો સૌથી મોટો તહેવાર હેપ્પી ઓણમ હરતાલિકા તીજ 2024 ની શુભકામનાઓ આ દિવસ ગૌરી શંકરની પૂજાનું મહત્વ છે Ganesh Chaturthi 2024 : ગણપતિ મૂર્તિ સ્થાપના ક્યારે કરવી? શુભ મુહૂર્ત સમય સહિત મહત્વની વિગત જાણો ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે આવો જાણીએ તેમના વિષે iPhone 16 ની કિમંત ભારતમાં શું હશે ?? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ વિશે જાણવા જેવી બાબતો બાય-બાય રીડિંગ ચશ્મા મલેશિયાની રાજધાનીમાં ભારતીય મહિલા સિંકહોલ નીચે ગાયબ થઈ ગઈ આ કૃષ્ણ જન્માષ્ટમી એ ૪ શુભ વસ્તુઓ ઘરે લઈ જાઓ વિનેશ ફોગાટ દિલ્લીમાં ૨૦૨૩ VS વિનેશ ફોગાટ પેરીસમાં ૨૦૨૪ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ, “ષડયંત્ર”નો આરોપ