GUJARAT RAIN : આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ 

0
325
GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN : ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે  આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 19 જૂનના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી  કરવામાં આવી છે.

GUJARAT RAIN
GUJARAT RAIN

GUJARAT RAIN :  ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આજે વહેલી સવારે નવસારીમાં વરસાદ વરસ્યો હતો, જેથી રોડ-રસ્તા પર પાણી ફળી વળ્યાં હતાં. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 4 દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત આપ્યા છે. આજે 20થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 19 જૂનના રોજ વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની અગાહી આપી છે.

GUJARAT RAIN :  ક્યાં ક્યાં વરસાદની આગાહી

15- જુન

GUJARAT RAIN

હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.

  • 16 જૂન
GUJARAT RAIN

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ

  • 17 જૂન
GUJARAT RAIN

 ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

  • 18 જૂન
GUJARAT RAIN

 ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

19 જૂન

GUJARAT RAIN

 પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

20 જૂન

GUJARAT RAIN

 વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

GUJARAT RAIN :  અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

GUJARAT RAIN

અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી છ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે. અંબાલાલ પટેલે આગામી 17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ આફ્રિકાથી ભારત તરફ ભારે પવન ફૂંકાશે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડની ડાળીઓ વળી જશે, મકાનના છાપરાં પણ ઉડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસાના આગમન પછી હવે ચોમાસું ધીમું પડી ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. પરંતુ આગામી છ દિવસોમાં ભારે પવન સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 18થી 22 જૂન સુધીમાં મધ્ય ગુજરાત,  અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન ફૂંકાશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો