Home Gujarat Ahmedabad Rath Yatra 2024 : રથયાત્રાને લઈને મનપા એક્શનમાં, યાત્રાના રૂટ પર ભયજનક બાંધકામ...

Rath Yatra 2024 : રથયાત્રાને લઈને મનપા એક્શનમાં, યાત્રાના રૂટ પર ભયજનક બાંધકામ ઉતારી લેવા નોટીશ પાઠવાઈ   

0
1058
Rath Yatra 2024
Rath Yatra 2024

Rath Yatra 2024 : આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં પરંપરાગત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર કામે લાગી ગયું છે, પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જયારે બીજીબાજુ મનપા દ્વારા પણ રથયાત્રા રૂટ પર ભયજનક બાંધકામને ઉતારી લેવા નોટીશ પાઠવવામાં આવી હતી.     

Rath Yatra 2024

Rath Yatra 2024 :  અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે.મધ્યઝોનમાં રથયાત્રાના રુટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ ૧૫૦ ભયજનક મકાન આવેલા છે.ઉપરાંત ખાડીયા વોર્ડમાં ૧૧૧ ભયજનક મકાન આવેલા છે.ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

Rath Yatra 2024

Rath Yatra 2024:  અમદાવાદમાં આગામી મહિને જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે.દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને ખાડીયા વોર્ડમાં રથયાત્રા રુટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે કરીને તેને ઉતારી લેવા અંગે  નોટિસ આપવામા આવી છે.

Rath Yatra 2024

Rath Yatra 2024 :  રથયાત્રાના રુટ ઉપર દર વર્ષે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી ભયજનક મકાનનો સર્વે કરીને નોટિસ આપવામા આવે છે.પરંતુ મોટાભાગના કીસ્સામાં મકાન માલિક અને ભાડુઆતના વિવાદને લઈ ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારવા અંગેની કોઈ કામગીરી થતી હોતી નથી.વર્ષ-૨૦૨૩માં રથયાત્રાના રુટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. એક વર્ષ બાદ એસ્ટેટ વિભાગે આ મકાનના ભયજનક મકાનના ભાગને ઉતારવાની કામગીરી પુરી કરવી પડી છે.

Rath Yatra 2024

Rath Yatra 2024 :  ભયજનક મકાન અંગે કયાં-કેટલી નોટિસ અપાઈ

વોર્ડ            નોટિસ

અસારવા       ૦૩

શાહીબાગ       ૦૮

દરિયાપુર      ૧૫૦

શાહપુર         ૦૪

ખાડીયા         ૧૧૧

જમાલપુર      ૧૨

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે