Unjha Umiya Mata Temple : કરોડો શ્રધ્ધાળુઓના આરાધ્ય દેવી કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન, તિર્થસ્થાન અને મહાશક્તિપીઠ ગણાતા કુળદેવી ઉમિયા માતાજીના ઉંઝા ખાતેના દિવ્ય અલૌકિક મંદિર પર ભાદરવી સુદ નોમ થી ભાદરવી પુનમ સુધી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવ ઉજવાશે. સૌ પ્રથમવાર ધજા મહોત્સવનો શુભારંભ કરાશે. સાત દિવસમાં લાખો શ્રધ્ધાળુઓ મા કુળદેવી અખંડ સ્વરુપા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે.
સાથે મંદિરની સ્થાપના વર્ષ 1868 માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11 હજાર 111 ધજા ચડાવવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પ્રત્યેક શ્રધ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવશે. સંસ્થાના માનદ મંત્રી દિલિપ દાદા( નેતાજી ), ટ્રસ્ટી મંડળ અને વિવિધ કમિટિ દ્વારા ધજા મહોત્સવના આયોજનની વ્યુહરચના તૈયાર કરવામાં આવી રહી છે.
Unjha Umiya Mata Temple : ધજાનું કરાશે ભવ્ય સ્વાગત
ભાદરવી સુદ નોમ ( નવમી) ના રોજ સવારે ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. સાત દિવસ સુધી ભવ્યયાતિભવ્ય ધજા મહોત્સવની હર્ષોલ્લાસ અને આસ્થા-શ્રધ્ધા સાથે કરવામાં આવશે. સાત દિવસ વહેલી સવારે મંદિરમાં મંગળા આરતી બાદ ધજાઓ શિખર પર ક્રમબધ્ધ અને શિસ્તબધ્ધ રીતે ચડાવવામાં આવશે. સાંજે મંદિરમાં આરતી બાદ ધજા ચડાવવાના કાર્યક્રમને વિરામ આપવાામાં આવશે. ધજા લઈને આવનાર શ્રધ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરાશે,
મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારા અને ભુંગળના કર્ણપ્રિય નાદ સાથે સ્વાગત કરાશે. ધજા મહોત્સવમાં ભાગ લેવા માટે 250 કરતાં વધારે સંઘો અને મંડળો જોડાશે. અંદાજે 20 લાખ શ્રધ્ધાળુઓ મા ઉમિયા માતાજીના દર્શન કરવા પધારશે. પગપાળા પધારનાર ભક્તોની સેવા માટે ઉંઝાની ચારેબાજી સેવા કેમ્પ શરુ કરાશે. સંસ્થાની વિવિધ 40 કમિટિ કાર્યક્રનનું સંચાલન કરશે.
Unjha Umiya Mata Temple : 1868 ધજાનું રહસ્ય
ધજા મહોત્સવમાં 1686 ધજાઓ ચડાવવામાં આવશે. વર્ષ 1868 માં બિહારના રાજા વ્રજપાલસિંહ સિધ્ધપુર આવ્યા હતા. વ્રજપાલસિંહ શિવજીના પરમ ભક્ત હતા. જેમને શિવજીએ સ્વપ્નમાં ઉંઝા ખાતે મંદિરની સ્થાપના કરવા આદેશ કર્યો હતો. જેના કારણે વ્રજપાલસિંહ ઉંઝા રોકાઈ ગયા હતા. જેમણે મા કુળદેની ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના કરી હતી. જે અવિસ્મરણિય ઘટનાને જીવંત રાખવા 1868 ધજા ચડાવવામાં આવશે. જે શ્રધ્ધાળુ ધજા ચડાવવાની ઈચ્છા ધરાવતા હોય તેમની પાસેથી પ્રત્યેક ધજા દિઠ પાંચ હજાર એક રુપીયા નક્કી કરાયા છે.
Unjha Umiya Mata Temple : 11111 ધજા ચડશે
ભાદરવી સુદ નોમથી શુભારંભ થનારો ધજા મહોત્સવ સાત દિવસ સુધી ચાલશે. આ દરમિયાન 11 હજાર 111 ઘજાઓ શિખર પર ચડાવવામાં આવશે. પ્રત્યેક ધજા દિઠ રુપીયા એક હજાર એક સો અગીયાર રુપીયા નક્કી કરાયા છે. કોઈપણ સંસ્થા, સંઠન. મંડળ કે વ્યક્તિ નામ નોંધાવી અમુલ્ય અવસરના સહભાગી બની શકશે.
Unjha Umiya Mata Temple : શિવજી ઉંઝા વનમાં કેમ પ્રગટ્યા હતા ?
પ્રુથ્વિ પર રાક્ષસોનો આતંક મચી રહ્યો હતો. પવિત્ર તપોભુમિ પર તપશ્વિ-ઋષિમુનીઓ યજ્ઞ-તપ કરી રહ્યા હતા. જ્યાં આતંક મચાવી રાક્ષસો યજ્ઞ-તપનો ભંગ કરતા હતા. તે સમયે રાક્ષસોનો સંહાર કરવા માટે શિવજી સ્વયં ઉંઝા વનમાં પ્રગટ થયા હતા. તેમની સાથે મા પાર્વતિ એટલે કે મા ઉમિયાજી પણ પ્રગટ થયા હતા. એવું કહેવાય છે કે દેવાધિદેવ શિવજીએ જ ઉંઝામાં મા ઉમિયા માતાજીને સ્થાપિત કર્યા હતા.
Unjha Umiya Mata Temple : ધજા કરાવે છે આધ્યાત્મિક યાત્રા
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ધજા વિજળીનું પ્રતિક છે.ધજાને કેતુ ગ્રહ સાથે સંબંધ છે. કેતુ મોક્ષનો કારક છે. એટલે આધ્યાતિક યાત્રા કેતુ સાથે સંબંધિત છે. ધજાએ આધિપત્ય એટલેકે વિજયનું પ્રતિક છે. વિજય એટલે કે એક તરફ ભોતિકતા અને બીજી તરફ મોક્ષ પ્રાપ્તિ. આધ્યાત્મિકતા તરફનું પ્રયાણ કરવા ધજા પ્રેરીત કરે છે. આધ્યાતિમ વિજ્ઞાન કહે છે કે કેતુ ગ્રહ સંન્યાસીનું પ્રતિનિધિત્વ કરે છે. ધજાના દર્શન કરવાથી શોર્ય,બળ,સાહસ અને આધ્યાત્મ તરફની ગતી પ્રાપ્ત થયા છે.
Unjha Umiya Mata Temple : ઉર્ધ્વગતી કરાવે છે ધજા
ધજા હંમેશં મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. જે દર્શન કરનાર કે ધજા ચડાવનાર શ્રધ્ધાળુને ઉર્ધ્વગતી પ્રાપ્ત કરાવે છે. આ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય પ્રુથુલ મહેતા કહે છે કે સંસારના સુખ તરફથી આદ્યાત્મ તરફની ગતી કરાવે છે. ધજાઓ સાત રંગની હોય છે.માનવ શરીરમાં સાત ચક્રો આવેલા છે. ધજાનો સીધો સંબંધ માનવ શરીરમાં રહેલા સાત ચક્રો સાથે છે. સાત ચક્રો સંતુલીત હોય તો ઓરા સંતુલિત રહે છે.
Unjha Umiya Mata Temple : ધજાનું વૈજ્ઞાનિક રહસ્ય આશ્ચર્યજનક
અવકાશનાં વિવિધ પ્રકારના તરંગો સતત તરતા રહે છે. શિખર પર ફરકતી ધજા અવકાશમાં રહેલા સુક્ષ્મ તરંગોને સમાવી લેછે. સકારાત્મક સુક્ષ્મ તરંગો ધજા નીચે તરફ મોકલે છે.જેના કારણે ધજાની નીચે ચારેબાજુ સકારાત્મકતા સર્જાય છે. મંદિરનું શિખર હંમેશાં પીરામીડ આકારમાં હોય છે. કારણકે પીરામીડ પોઝીટીવ એનર્જી આપે છે. વૈજ્ઞાનીક પરિક્ષણોમાં સિધ્ધ થયું છે કે પીરામીડમાં નીચે રહેવાથી આયુષ્ય વધે છે. ભૌતિક વસ્તુઓ પર પણ તેની સકારાત્મક અસરો પડે છે.
ઓમ શિવાર્માપણ ગ્રુપના ચીફ ફાઉન્ડર જ્યોતિ પટેલના જણાવ્યા અનુસાર કુળદેવી ઉમિયા માતાજીને લાલ રંગની અને ત્રિકોણ આકારની ધજા ચડશે. લાલ રંગ એ શુભ અને શોર્યનું પ્રતિક છે. ત્રિકોણ આકાર અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિકોણ ધજા અગ્નિ એટલેકેે વિજયનું પ્રતિક છે. લાલ રંગ એ જીવનને આનંદમય, ઉત્સવમય, મંગલમય બનાવે છે અને આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે.
Unjha Umiya Mata Temple : શૌર્યનું પ્રતિક છે ધજા
મહાભારતના યુધ્ધ સમયે અર્જુનના રથ પર જે ધજા હતી તે ધજા પર હનુમાનજી બીરાજમાન હતા. હનુમાનજી મહારાજ એ શૌર્યનું પ્રતિક છે. ધજા પણ શોર્યનું પ્રતિક છે અને વિજય પ્રાપ્ત કરાવે છે.ધજાઓ પર વિવિધ પ્રકારના પ્રતિક અંકિત કરવામાં આવે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો