Sex Scandal: સેક્સ સ્કેન્ડલ કેસમાં આરોપી જેડી(એસ)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) મ્યુનિકથી બેંગલુરુ પરત ફરતાની સાથે જ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Kempegowda International Airport) પર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હવે રેવન્નાની પૂછપરછ કરવામાં આવશે. પ્રજ્વલ રેવન્નાની ધરપકડ બાદ બેંગલુરુમાં CID ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રજ્વલ રેવન્ના સામે અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે. જેમાંથી 3 બળાત્કાર અને એક જાતીય સતામણીનો છે. પ્રજ્વલ સામે પહેલો કેસ 28 એપ્રિલના રોજ હાસનના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલો 47 વર્ષની પૂર્વ નોકરાણીના યૌન શોષણનો (Prajwal Revanna sex scandal) છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રજ્વલ રેવન્નાની 2500થી વધુ સેક્સ ટેપ છે.
Sex Scandal: પ્રજ્વલ રેવન્નાની ધરપકડ
સેક્સ સ્કેન્ડલ કેસમાં આરોપી જેડીએસ (Janata Dal-Secular)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્ના લુફ્થાન્સાની ફ્લાઇટ LH0764 પર પરત જ આરોપોની તપાસ કરતી વિશેષ પોલીસ ટીમના સભ્યો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ બેંગલુરુની વિશેષ અદાલતે ગુરુવારે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. દરમિયાન પોલીસે હાસનમાં તેના ઘરની તલાશી લીધી હતી અને “વાંધાજનક સામગ્રી” જપ્ત કરી હતી.
પ્રજ્વલ રવન્ના વિરુદ્ધ કેસ
પ્રજ્વલ રેવન્ના Sex Scandal સામે ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે. જેમાંથી 3 બળાત્કાર અને એક જાતીય સતામણીનો છે. પ્રજ્વલ સામે પહેલો કેસ 28 એપ્રિલના રોજ હાસનના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. આ મામલો 47 વર્ષની પૂર્વ નોકરાણીના યૌન શોષણનો છે. આ એફઆઈઆર મુજબ પ્રજ્વલ આરોપી નંબર 2 છે. તેના પિતા એચડી રેવન્ના આરોપી નંબર 1 છે. આ કેસમાં એચડી રેવન્ના જામીન પર છૂટી ગઈ છે, પરંતુ બાદમાં તે જ મહિલાના કથિત નિવેદનના આધારે પ્રજ્વલ વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
1 મેના રોજ સીઆઈડીએ કેસ નોંધ્યો હતો, જેમાં 44 વર્ષીય મહિલાએ પ્રજ્વલ પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ લગાવનારી મહિલા જેડીએસ કાર્યકર છે, જેણે પ્રજ્વલ પર બંદૂકની અણી પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે.
SIT નોંધાયેલ છે કે એક પીડિત મહિલાની ઉંમર 60 વર્ષનો છે. તેમણે પણ પ્રજ્વલ પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે. એટલે કે પ્રજ્વલ વિરુદ્ધ IPCની કલમ 376 હેઠળ બળાત્કારના ત્રણ કેસ નોંધાયા છે, જ્યારે પ્રજ્વલ વિરુદ્ધ 354 B, 354 C, 506ના કેસ પણ નોંધાયેલા છે.
Sex Scandal: સમગ્ર ઘટના ક્રમ
- 27 એપ્રિલે પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને જર્મની ભાગી ગયો.
- 27 એપ્રિલની સાંજે કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્ય મહિલા આયોગ દ્વારા જારી કરાયેલ ફરિયાદ પત્રના આધારે SITની રચના કરી હતી. ADGP બીકે સિંહને SIT ચીફ બનાવવામાં આવ્યા છે.
- 28 એપ્રિલના રોજ, પ્રથમ એફઆઈઆર હાસનના હોલેનર્સીપુરામાં નોંધવામાં આવી હતી, જેમાં પિતા અને પુત્ર સામે જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
- 1 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને પ્રજ્વલ રાવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા કેન્દ્રને વિનંતી કરી.
- SITએ પિતા-પુત્ર બંને સામે લુકઆઉટ નોટિસ જારી કરી.
- પ્રજ્વલ રેવન્નાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પત્ર દ્વારા SIT સમક્ષ હાજર થવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો.
- 2 મેના રોજ જેડીએસ ધારાસભ્ય એચડી રેવન્ના વિરુદ્ધ અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો.
- એચડી રેવન્નાની SIT દ્વારા 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. SITને 4 દિવસની કસ્ટડી મળી.
- 7 મેના રોજ, સીબીઆઈ દ્વારા એસઆઈટીની વિનંતીના આધારે, ઇન્ટરપોલે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી.
- 8 મે: એચડી રેવન્નાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
- 14 મે: ધારાસભ્ય એચડી રેવન્નાને શરતી જામીન મળ્યા.
- મે 18: ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે રચાયેલી વિશેષ અદાલતે પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી કર્યું.
- 21 મે: SIT એ વિદેશ મંત્રાલયને પત્ર લખીને ધરપકડ વોરંટના આધારે પાસપોર્ટ રદ કરવાની માંગ કરી.
- 22 મે: કર્ણાટકના મુખ્ય પ્રધાને પ્રજ્વલનો રાજદ્વારી પાસપોર્ટ જપ્ત કરવા વડા પ્રધાન મોદીને બીજો પત્ર લખ્યો.
- 24 મે: વિદેશ મંત્રાલયે કહ્યું કે 21 મેના રોજ વિનંતી મળી ત્યારથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાએ પ્રજ્વલને પત્ર લખીને આત્મસમર્પણ કરવાની સલાહ આપી.
- 27 મે: પ્રજ્વાલે લગભગ 3 મિનિટની વીડિયો ક્લિપ બહાર પાડી અને વચન આપ્યું કે 31 મેના રોજ સવારે 10 વાગ્યે SIT સમક્ષ આત્મસમર્પણ કરશે.
- 29 મે: પ્રજ્વાલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી. સુનાવણી 31 મે સુધી સ્થગિત. પોલીસે સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ ત્રણેય પીડિતાનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો