MODI ON GANDHI :  નરેન્દ્ર મોદીના ગાંધીજીના નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર, કહ્યું વડાપ્રધાનનું વાંચન નહિ હોય એટલે એ ગાંધીજી વિશે નહિ જાણતા હોય !

0
484
MODI ON GANDHI
MODI ON GANDHI

MODI ON GANDHI :  લોકસભા ચૂંટણીના છ તબક્કા માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. આ માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજથી બંધ થઇ ચુક્યો છે. સાતમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની આઠ, ઓડિશાની છ, ઝારખંડની ત્રણ, હિમાચલ પ્રદેશની ચાર, પશ્ચિમ બંગાળની નવ અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે.

MODI ON GANDHI

 MODI ON GANDHI :   ચાલુ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાને 50 કરતા પણ વધુ ખાનગી ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યા છે, વડાપ્રધાને તાજેતરમાં ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને ભારે ચર્ચાઓ જાગી હતી, વડાપ્રધાને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગાંધી ફિલ્મ આવી એ બાદ દુનિયા મહાત્મા ગાંધીને ઓળખાતી થઇ છે, આ પહેલા દુનિયા ગાંધીજીને ખાસ ઓળખતી નથી, આ નિવેદન બાદ વિપક્ષ વડાપ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.       

MODI ON GANDHI :   વડાપ્રધાને ગાંધીજી વિશે વાંચ્યું નહિ હોય : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા  કહ્યું કે 4 જૂન પછી જ્યારે વડાપ્રધાન મોદીને ખાલી સમય મળે ત્યારે તેમણે મહાત્મા ગાંધીની આત્મકથા વાંચવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાત્મા ગાંધી પર કરેલી ટીપ્પણીને લઈને વડાપ્રધાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાને ભલે ગાંધી વિશે વાંચ્યું ન હોય પરંતુ આખી દુનિયા મહાત્મા ગાંધીને જાણે છે.

MODI ON GANDHI

MODI ON GANDHI :   વધુમાં ખડગેએ કહ્યું કે ભાજપે વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાના અસંખ્ય પ્રયાસો કર્યા, પરંતુ લોકોએ અમારા દ્વારા ઉઠાવવામાં આવેલા વાસ્તવિક મુદ્દાઓને પસંદ કર્યા. છેલ્લા 15 દિવસમાં વડાપ્રધાને પોતાના ભાષણમાં 232 વખત કોંગ્રેસનું અને 758 વખત પોતાનું નામ લીધું, પરંતુ બેરોજગારી અંગે એક પણ વખત વાત કરી નહીં.

MODI ON GANDHI

MODI ON GANDHI :   તેમણે કહ્યું કે જનતા અમારા મત સાથે સહમત છે કે જો આ સરકારને બીજી તક આપવામાં આવશે તો તે લોકશાહીનો અંત હશે. ચૂંટણી પંચે કહ્યું કે જાતિ અને ધર્મના આધારે વોટ માંગવામાં આવશે નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ મંદિર-મસ્જિદ અને વિભાજનકારી મુદ્દાઓ પર 421 વખત વાત કરી હતી. ઇન્ડિયા ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. આ દેશને સર્વસમાવેશક અને રાષ્ટ્રવાદી સરકાર આપશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો