EVM STRONG ROOM :  અમદાવાદમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં રખાયા

0
308
EVM STRONG ROOM
EVM STRONG ROOM

EVM STRONG ROOM :  રાજ્યમાં ત્રીજા તબક્કામાં  25 બેઠકો માટે લોકસભા ચૂંટણી યોજાઈ. સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. મતદાન 7મી મેના રોજ પૂર્ણ થયું છે ત્યારે હવે ઉમેદવારોનું ભવિષ્ય Evm માં સીલ થઇ ગયું છે. Evm મશીન હવે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે.  

EVM STRONG ROOM

EVM STRONG ROOM :  ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમમાં EVM મૂકાયા

 અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ તેમજ ગાંધીનગર લોકસભાના EVM મશીન અમદાવાદમાં રાખવામાં આવ્યા છે, હવે આગામી 4 જૂન ના રોજ મત ગણતરી હાથ ધરાશે ત્યાં સુધી evm મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ રહેશે.  ગુજરાત કોલેજ તેમજ એલ.ડી કોલેજ ખાતે ઇવીએમ મશીનોને સીલ કરી સ્ટ્રોંગ રૂમ માં રાખવામાં આવેલ છે. કુલ 266 ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ તેમજ તમામ ઉમેદવારોની નજર હવે સ્ટ્રોંગ રૂમ પર રહેશે.

EVM STRONG ROOM

EVM STRONG ROOM :   સુરક્ષા ની વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે પેરામિલેટરી ફોર્સ તેમજ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે કલેકટર દ્વારા વહીવટી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે સુરક્ષા માટે ખાસ આઇડી કાર્ડ પણ અધિકારીઓને આપવામાં આવેલ છે.. સીસીટીવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે

EVM STRONG ROOM :   અહીં સ્ટ્રોંગ રૂમની બહાર બેરીકોટીંગ કરીને કોઈપણ બહારની વ્યક્તિને અંદર પ્રવેશવાની મંજૂરી નથી આપવામાં આવી.. જો કોંગ્રેસ તેમજ ભાજપના પોલિંગ એજન્ટને ઇવીએમ મશીનની દેખરેખ માટે આવે તો માત્ર સીસીટીવી સર્વિલન્સ પર જ નજર રાખીને ધ્યાન રાખી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે..મત ગણતરી પેહલા કોઈપણ પોલિંગ એજન્ટને સ્ટ્રોંગ રૂમમાં જવાની મંજૂરી નથી આપવામાં આવી..

EVM STRONG ROOM
GUJARAT LOKSABHA

EVM STRONG ROOM :   સ્ટ્રોંગ રૂમની અંદર વહીવટી અધિકારી તેમજ પેરામિલેટરી ફોર્સ સિવાય કોઈપણ વ્યક્તિને મંજૂરી આપવામાં નથી આવી ત્યારે આગામી ચાર જૂને  અમદાવાદના ગુજરાત કોલેજ તેમજ એલડી કોલેજના સ્ટ્રોંગ રૂમ પર અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વના ઉમેદવારોનું ભાવિ ખોલવામાં આવશે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો