Gujarat Weather : અમદાવાદવાસીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરમાં ગરમી વધતાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, છાશ, શરબત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
Gujarat Weather : આગામી બે દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather : હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી બે દિવસ હીટવેવની આગાહી છે. 11, 12, 13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જ્યારે અમદાવાદ અને ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Gujarat Weather : આજે પણ અમદાવાદમાં ગરમી 43 ડિગ્રી
Gujarat Weather : હવામાનની જાણકારી આપતી વેબસાઈટ AccuWeather પ્રમાણે આજે 8 મે 2024 બુધવારે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. બપોરના સમયમાં આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. સૂર્યદાદા આકાશમાંથી અગન ગોળા વરસાવી રહ્યા છે. આગામી ૨ દિવસ પણ આ જ પ્રમાણે વાતાવરણ જોવા મળી શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો