Home Sports T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી

T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી

0
849
T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી
T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી

T20 World cup: IPL 2024 સીઝન પછી તરત જ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. આ માટે ઘણી ટીમોએ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત પણ કરી દીધી છે અને ટૂર્નામેન્ટની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. હવે આ ટૂર્નામેન્ટ પર આતંકવાદી હુમલાનો પડછાયો છવાઈ ગયો છે અને વેસ્ટ ઈન્ડિઝને T20 World cup દરમિયાન આતંકી હુમલાની ચેતવણી મળી છે. જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) એ સુરક્ષાની ખાતરી આપી છે.

T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી
T20 World cup: વેસ્ટ ઈન્ડિઝને આતંકવાદી હુમલાની ધમકી, CWIએ સુરક્ષાની ખાતરી આપી

T20 World cup: ઉત્તર પાકિસ્તાન તરફથી ધમકી મળી

T20 વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રો ઈસ્લામિક સ્ટેટ (IS) એ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ દરમિયાન હુમલા કરવાની યોજના બનાવી છે. આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા તરફથી એક વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે ઘણા દેશોમાં હુમલા કરવાની વાત કરી છે અને સમર્થકોને તેમાં સામેલ થવાની અપીલ કરી છે.

CWI સુરક્ષા અંગે આશ્વાશન આપ્યું

T20 વર્લ્ડ કપના સહ-યજમાન ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે આતંકવાદી હુમલાના ભય વચ્ચે સુરક્ષાની ચિંતાઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ગ્રેવ્સે જણાવ્યું હતું કે, “અમે યજમાન દેશ અને શહેરના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને કોઈપણ જોખમો માટે એક વ્યાપક વ્યૂહરચના સાથે આગળ વધીએ છીએ.” અમે તમામ ભાગીદારોને ખાતરી આપવા માંગીએ છીએ કે T20 વર્લ્ડ કપમાં સામેલ દરેકની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારી પાસે વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે.

કેરેબિયન મીડિયાએ ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રાઉલીને ટાંકીને કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ મેચને જોતા કોઈપણ ખતરો સામે લડવા સક્ષમ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC T20 વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ચેતવણી બાદ બાર્બાડોસના પ્રાદેશિક સુરક્ષા અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રિપોર્ટ અનુસાર પ્રો ઈસ્લામિક સ્ટેટના નાશિર પાકિસ્તાન મીડિયા ગ્રુપ તરફથી આ ધમકી મળી છે.

વેસ્ટ ઈન્ડિઝની ઘણી જગ્યાએ સ્પર્ધાઓ યોજાવાની છે જૂનથી વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપની મેચો ઘણી જગ્યાએ રમવાની છે. બાર્બાડોસ, ગયાના, એન્ટિગુઆ અને બાર્બુડા, સેન્ટ વિન્સેન્ટ, સેન્ટ લુસિયા, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગો આ વૈશ્વિક ટુર્નામેન્ટની મેચોની યજમાની કરવાના છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે