Murder Case: કર્ણાટકની એક 32 વર્ષીય મહિલાએ તેના પતિ સાથેના ઝઘડા બાદ જિલ્લાના દાંડેલી તાલુકામાં પોતાના 6 વર્ષના અપંગ પુત્રને મગરથી પ્રભાવિત નદીમાં ફેંકી દીધો. બાળકનો મૃતદેહ એક દિવસ બાદ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પોલીસે સોમવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દંપતી તેમના મોટા પુત્રની વિકલાંગતાને લઈને અવારનવાર ઝઘડો કરતા હતા, જે જન્મથી જ મૂંગો હતો. બંનેને એક નાનો પુત્ર પણ છે જેની ઉંમર 2 વર્ષ છે.
સાવિત્રી, જે લોકોના ઘરોમાં ઘરકામ કરે છે, તેના 36 વર્ષીય પતિ રવિ કુમાર સાથે તેમના મોટા પુત્ર વિનોદના બોલવાની અને સાંભળવાની ખોટને લઈને હંમેશા ઝઘડાઓ થતા હતા. સાવિત્રીએ પોલીસને જણાવ્યું કે તે હંમેશા તેને ટોણો મારતો હતો અને પૂછતો હતો કે તેણે મૂંગા બાળકને કેમ જન્મ આપ્યો.
સાવિત્રીએ કહ્યું, “મારા પતિ આ માટે મને જવાબદાર માને છે. તેઓ વારંવાર કહેતા હતા કે પુત્રને મરવા દો, તે માત્ર ખોરાક ખાય છે. હું કહેતી હતી કે તેને જીવવા દો. જો મારા પતિ આવું કહેતા રહેશે તો મારા પુત્રને કેટલો ત્રાસ સહન કરવો પડતો.
Murder Case: “હું મારી પીડા શેર કરવા ક્યાં જઈશ?”
શનિવારે આવી જ લડાઈ પછી, સાવિત્રી તેના પુત્રને ઉત્તરા કન્નડ જિલ્લામાં એક નહેર પાસે લઈ ગઈ અને તેને મગરથી ભરેલા પાણીમાં ફેંકી દીધો. આ અંગે પાડોશીઓએ પોલીસને જાણ કરી. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક લોકો અને ગોતાખોરોની મદદથી બાળકને બચાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું પરંતુ અંધારાના કારણે પોલીસ બાળકને શોધી શકી ન હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “રવિવારે સવારે, તેઓને બાળકનું શરીર ગંભીર ઈજાઓ, કરડવાના નિશાન અને એક હાથ પણ ગાયબ હતો, જે સૂચવે છે કે બાળક મગરના હુમલાનો શિકાર બન્યું હતું.” પોલીસે મામલે બંને પતિ-પત્નીની ધરપકડ કરીને તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો