DRUGS in GUJARAT : સરહદો સીલ થતા હવે ગુજરાતમાં જ બની રહ્યું છે ડ્રગ્સ, ATS એ પાર પાડ્યું સફળ ઓપરેશન  

0
321
DRUGS in GUJARAT
DRUGS in GUJARAT

DRUGS in GUJARAT : યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નશાના સોદાગરો હવે નશાનો સામાન સરહદ પારથી ગુજરાતમાં ઘુસાડવામાં નિષ્ફળ રહેતા હોવાથી હવે ઘર આંગણે જ ડ્રગ્સનું ઉત્પાદન કરી સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ અને એનસીબીએ કર્યું છે. આ ઘટનામાં સંયુક્ત ઓપરેશનમાં ગાંધીનગરના પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. સાથે એટીએસ અને એનસીબીએ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

DRUGS in GUJARAT

DRUGS in GUJARAT : ગુજરાતના ગાંધીનગર નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ATSનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્ત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત તથા રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતાં હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનો નવો એંગલ સામે આવી રહ્યો છે. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે હાલ આચારસહિતા અમલમાં છે, જેમાં 161ની નાર્કોટિક કેસમાં આરોપીની અત્યારસુધી ધરપકડ કરવામાં આવ્યા છે. 81 કેસ થયા છે, 3 કરોડનું નાર્કોટિક પકડવામાં આવ્યું છે.

DRUGS in GUJARAT :  પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ

DRUGS in GUJARAT


ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગાંધીનગરમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં 25 કિલોથી વધુ MD ડ્રગ્સ જપ્ત કરાયું છે. રાજસ્થાનના સિરોહીથી પણ બે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી છે, જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સિરોહીથી 15 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. બન્ને એજન્સીઓએ અલગ અલગ 4 જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી. સાથે ગાંધીનગરના પીપળજ ખાતેથી આખે આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. 

DRUGS in GUJARAT :  ચાર સ્થળોએ રેડ કરી

DRUGS in GUJARAT


એટીએસએ  માહિતીના આધારે આજે ચાર સ્થળોએ રેડ કરી હતી. એટીએસ અને એનસીબીએ સાથે રેડ કરી હતી. પહેલી રેડ રાજસ્થાનના ભીનમાલ ખાતે કરી ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં  રગારામ મેઘવાલ, બજરંગ બિશ્નોઇ, નરેશ મકવાણા અને કનૈયા લાલ ગોહિલની ધરપકડ કરાઇ છે. આ કિસ્સામાં 15 કિલો એમડી અને 100 લીટર લીક્વીડ ફોર્મમાં ડ્રગ્સ મળ્યું છે. બીજી રેડ ગાંધીનગરના પીપળજ ખાતે કરવામાં આવી છે. જેમાં અહીંથી પણ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

DRUGS in GUJARAT

 DRUGS in GUJARAT : જેમાં કુલદિપ સીંગ, રીતેષદવે , હરીશ સોલંકી, દિપક સોલંકી અને શિવરતન અગ્રવાલની ધરપકડ કરાઈ છે. ગાંધીનગરના પીપળજથી 476 ગ્રામ એમડી ડ્રગ્સ અને 16.94 લીટર લીક્વીડ ડ્રગ્સ જપ્ત કરાયું છે. ત્રીજી રેડ રાજસ્થાના ઓસીયા ખાતે કરાઇ, જ્યાથી ડ્રગ્સ બનાવવાના સાધનો જપ્ત થયા છે. અહીં રામ પ્રતાપ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. ચોથી રેડ અમરેલી ખાતે તીરૂપતી કેમ ટેક ખાતે કરવામાં આવી છે. જેમાં ૬.૫ કિલો ડ્રગ્સ અને ચાર લીટર લીક્વીડ ડ્રગ્સ જપ્ત કરાયું છે. અહીં પણ બે આરોપી નિતિન કાબરીયા અને કિરીટ માલદિયાની ધરપકડ કરાઈ છે. એમ કુલ ચાર રેડમાં ૨૨.૦૨ કિલો એમડી અને ૧૨૪ લીટર લિક્વીડ એમડી ઝડપાયું છે. ચારેય રેડમાં ૨૩૦ કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો હોવાની પોલીસે માહિતી આપી હતી. ચાર ફેક્ટરી સીઝ કરવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો