PBKS vs KKR : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 26 એપ્રિલે ઈડન ગાર્ડન્સ ખાતે પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો કરશે. KKR અત્યારે સાતમાંથી પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે PBKS આઠમાંથી માત્ર બે મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાન ઉપર છે. કેપ્ટન સેમ કુરન આશા રાખશે કે KKR સામેની મેચ તેની કિસ્મત બદલી શકે છે.
PBKS vs KKR : હેડ-ટુ-હેડ રેકોર્ડ
કોલકાતા અને પંજાબ અત્યાર સુધીમાં એકબીજા સામે 32 IPL મેચ રમી ચૂક્યા છે. શાહરૂખ ખાનની KKR 21 મેચ જીતી છે અને પ્રીતિ ઝિન્ટાની PBKS 11 મેચ જીતી છે. PBKS સામે કોલકાતાનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 245 છે. KKR સામે પંજાબનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 214 છે.
PBKS vs KKR : ગત વખતે બંને ટીમનું પ્રદર્શન કેવું રહ્યું હતું?
છેલ્લી વખત આ બંને ટીમો મે 2023માં સામસામે આવી હતી. પંજાબે 20 ઓવરમાં 179/7 રન બનાવ્યા હતા. જવાબમાં KKRએ મેચના છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો અને 5 વિકેટે જીત મેળવી લીધી.
PBKS vs KKR : IPL મેચ કોણ જીતશે?
કોલકત્તાના હાલના ફોર્મને જોતા તે મેચમાં પીબીકેએસને હરાવશે તેવી પૂરી સંભાવના છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમના ખેલાડીઓ હાલમાં સારું યોગદાન આપી રહ્યા છે અને શાનદાર ફોર્મમાં હોવાનું જણાય છે, જ્યારે પંજાબ શિખર ધવનના નેતૃત્વની ગેરહાજરીમાં સંઘર્ષ કરી રહ્યું છે.
PBKS vs KKR : કોલકાતા અને પંજાબની મેચનો પીચ રિપોર્ટ
કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ આ સિઝનમાં સતત હાઈ સ્કોરિંગ મેચોનું સાક્ષી બની રહ્યું છે. આ મેદાન પર 200 રન થઈ રહ્યા છે અને ચેઝ પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોલકાતા અને પંજાબ વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ પણ જોવા મળી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 90 મેચો રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 37 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 53 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 165 રન છે. જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બોલિંગ કરવાનું વિચારી શકે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો