GT vs DC : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 40મી મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. દિલ્હીમાં આ IPL સિઝનની આ માત્ર બીજી મેચ હશે. IPLની આ સિઝનમાં અત્યાર સુધી દિલ્હી અને ગુજરાતની ટીમ લગભગ સરખી જગ્યાએ જ સ્થિત છે . જ્યાં ગુજરાતે 8 મેચમાંથી 4 જીત મેળવી છે. જ્યારે દિલ્હીએ 8માંથી 3 જીત મેળવી છે. ગુજરાત તેની છેલ્લી મેચ જીતીને દિલ્હી આવી રહ્યું છે જ્યારે ડીસીને છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે 67 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેઓફના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ મેચ હશે.
GT vs DC :આજે ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચમાં રિષભ પંતના નેતૃત્વ ક્ષમતાની કસોટી થશે. દિલ્હીને તેના હોમ ગ્રાઉન્ડ પર બોલરો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. દિલ્હીને ઘરઆંગણે તેની છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 67 રને હારનો સામનો કરવો પડ્યો હતો,
GT vs DC : ઈશાંતને તક મળી શકે છે
GT vs DC :ફિરોઝશાહ કોટલા મેદાનની બાઉન્ડ્રી નાની છે, તેથી યજમાન ટીમના બોલરોની પણ ગુજરાત સામે કસોટી થશે. ટીમનો ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે આ સિઝનમાં બિલકુલ ફોર્મમાં નથી. અનુભવી ઇશાંત શર્મા આ મેચમાં વાપસી કરી શકે છે, જે પીઠના તાણને કારણે છેલ્લી મેચમાં રમ્યો ન હતો. સ્પિનર કુલદીપ યાદવ આ સિઝનમાં દિલ્હી માટે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે પાંચ મેચમાં 10 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ 7.60 હતો. જોકે હૈદરાબાદ સામે વધુ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેના આઠ બોલ એવા હતા કે જેના પર કોઈ રન થયો ન હતો પરંતુ તેના બોલ પર સૌથી વધુ સાત સિક્સર ફટકારવામાં આવી હતી.
GT vs DC :ગુજરાતને કેપ્ટન ગિલ પાસેથી મોટી ઇનિંગની આશા
GT vs DC :શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતની ટીમના પ્રદર્શનમાં સાતત્ય નથી, પરંતુ છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટથી મળેલી જીતથી ટીમનું મનોબળ વધ્યું હશે. તે જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. કેપ્ટન ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને અઝમતુલ્લા ઓમરઝાઈ પણ બેટથી યોગદાન આપવા માટે નજરે પડશે. રાહુલ તેવટિયા ઇનિંગ્સના અંતે ફરી મોટા શોટ મારવાનો પ્રયાસ કરશે. બોલિંગમાં અનુભવી મોહિત શર્મા, નૂર અહેમદ અને રાશિદ ખાન પર ઘણો ભાર રહેશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો