MANGALSUTRA : દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ગયો છે, બીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીનો સમય બચ્યો છે, ત્યારે હવે દેશભરમાં ચૂંટણીનો માહોલ જામતો હોય તેવું લાગી રહ્યું છે, પક્ષ વિપક્ષ એકબીજા પર ધારદાર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા છે.
MANGALSUTRA :ચૂંટણી આવે અને હિંદુ-મુસલમાનનો મુદ્દો ના આવે તો ભારતની ચૂંટણીમાં કોઈને રસ પડતો નથી, પ્રથમ તબક્કામાં થયેલા નિરાશાજનક મતદાન બાદ હવે રાજકીય પક્ષો ધર્મના નામે મત માંગી રહ્યા છે, વિકાસ- અને પ્રાથમિક મુદ્દાઓ સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે.
MANGALSUTRA : કોંગ્રેસ તમારું મંગલસૂત્ર વહેંચી દેવા માંગે છે : નરેન્દ્ર મોદી
હાલમાં જ બાંસવાડામાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હવે મહિલાઓના મંગલસૂત્ર પર નજર રાખી રહી છે. પીએમએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિને લઘુમતીઓમાં વહેંચી દેશે.
વડાપ્રધાન સીધી રીતે હવે ચૂંટણી પ્રચારમાં હિંદુ- મુસલમાન કરી વોટ બેંકને એકતરફી કરવાના પ્રયાસ કરવા લાગ્યા છે, જોકે વડાપ્રધાનના આ નિવેદન પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ વાલ્તિઓ પ્રહાર કર્યો હતો.
MANGALSUTRA : મણીપુરમાં મહિલાનું વસ્ત્રહરણ થયું ત્યારે મંગલસુત્રની ચિંતા કેમ ના થઇ : પ્રિયંકા ગાંધી
MANGALSUTRA : વડાપ્રધાન મોદીના મંગળસૂત્રવાળા નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું- છેલ્લા 2 દિવસથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારી પાસેથી તમારું મંગળસૂત્ર અને સોનું છીનવી લેવા માંગે છે. જો મોદીજીને ‘મંગળસૂત્ર’નું મહત્વ સમજાયું હોત તો તેમણે આવી વાતો ન કરી હોત. મણિપુરમાં જ્યારે એક મહિલાનું વસ્ત્રહરણ કરીને તેના વસ્ત્ર સળગાવવામાં આવ્યા ત્યારે મોદી ચૂપ રહ્યા, કંઈ બોલ્યા નહીં. તેમણે તે મહિલાના મંગળસૂત્ર વિશે વિચાર્યું નહીં.
MANGALSUTRA : આજે તે વોટ માટે મહિલાઓ સાથે આવી વાતો કહી રહ્યા છે, તે તેમને ડરાવી રહ્યા છે જેથી તેઓ ડરીને મતદાન કરે. તેમને શરમ આવવી જોઇએ. દેશને આઝાદી મળ્યાને 70 વર્ષ થઈ ગયા છે અને કોંગ્રેસની સરકાર 55 વર્ષથી સત્તામાં હતી. તમારું સોનું, મંગળસૂત્ર કોઈએ છીનવી લીધું? ઈન્દિરા ગાંધીએ યુદ્ધ દરમિયાન પોતાનું સોનું દેશને આપ્યું હતું. મારી માતાનું મંગળસૂત્ર આ દેશ પર કૂરબાન થઇ ગયું. સત્ય એ છે કે આ (ભાજપ) લોકો મહિલાઓના સંઘર્ષને સમજી શકતા નથી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો