બનાસકાંઠામાં વાકયુદ્ધ: પૂર્વ MLA એ ગેનીબેન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ગેનીબેનનો વળતો પ્રહાર – “તમે તમારી હિસ્ટ્રી તપાસો”

0
281
બનાસકાંઠામાં વાકયુદ્ધ: પૂર્વ MLA એ ગેનીબેન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ગેનીબેનનો વળતો પ્રહાર - "તમે તમારી હિસ્ટ્રી તપાસો"
બનાસકાંઠામાં વાકયુદ્ધ: પૂર્વ MLA એ ગેનીબેન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, ગેનીબેનનો વળતો પ્રહાર - "તમે તમારી હિસ્ટ્રી તપાસો"

Banaskantha News: ગુજરાતના બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે, તએવામાં બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સર્જતા રાજકારણ ગરમાયું છે. જેમાં પાલનપુરના પૂર્વ MLA રેખાબેન દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતા ગેનીબેને વળતો પ્રહાર કર્યો છે.

Banaskantha : રેખાબેને ગેનીબેન પર લગાવ્યા આક્ષેપ
Banaskantha : રેખાબેને ગેનીબેન પર લગાવ્યા આક્ષેપ

Banaskantha: બે નેતાઓના વાકયુદ્ધથી ગરમાયું રાજકારણ

લોકસભાની ચૂંટણી અગાઉ બે નેતાઓ વચ્ચે વાકયુદ્ધ સર્જતા રાજકારણ ગરમાયું છે. જેમાં પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન દ્વારા બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતા ગેનીબેને વળતો પ્રહાર કર્યો છે. સાથે જ ગેનીબેને પૂર્વ ધારાસભ્ય રેખાબેનને લોકશાહીની પ્રણાલીમાં મર્યાદામાં રહેવા માટે પણ ટકોર કરી છે. 

પૂર્વ MLA રેખાબેને એફિડેવિટ પર ઉઠાવ્યા હતા સવાલો

ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ઉમેદવારવારી ફોર્મ ભર્યા બાદ ગેનીબેનના એફિડેવિટ પર પાલનપુરના ભાજપના પૂર્વ MLA રેખાબેન ખાણેચાએ સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ગઈ વખતે ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમણે એમની પ્રોપ્રર્ટી નીલ બતાવી હતી. અત્યારના એફિડેવિટમાં 40 વીઘા જમીન દર્શાવી છે. તો આખરે આ 40 વિઘા જમીન ક્યાંથી આવી?

ગેનીબેન પાસે ભાભરમાં ત્રણ બંગલા અને બે ગાડીઓ છે. સોના-ચાંદી તો ગેનીબેને કિલોમાં દર્શાવ્યું છે. તો આ બધી વસ્તું ક્યાંથી આવી? એમની કોઈ ફેક્ટરી કે કારખાનું તો છે નહીં અને તેઓ આટલી બધી પ્રોપર્ટી વસાવી શકે? એઈ કોઇ બિઝનેસ પણ નથી. તો આટલી પ્રોપર્ટી આવી ક્યાંથી? 

ગેનીબેને દારૂના હપ્તામાંથી બધું વસાવ્યુંઃ પૂર્વ MLA રેખાબેન

ભાજપના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચા (former MLA Rekhaben) એ ગેનીબેન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વાવની પ્રજા તો એમ કહે છે કે ગેનીબેને દારૂના ધંધામાંથી આવતા હપ્તામાંથી આ બધુ વસાવ્યું છે.   

તમારી હિસ્ટ્રી તપાસોઃ ગેનીબેન 

પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ ગેનીબેને વળતો પ્રહાર કર્યો હતો. ગેનીબેને કહ્યું હતું કે, કોઈપણ સ્ત્રી કોઈ સામે આક્ષેપ કરે ત્યારે સ્ત્રીએ પદની મર્યાદામાં રહેવું જોઈએ.

ગેનીબેને કહ્યું કે તમે પણ પહેલા ધારાસભ્ય હતા. બતાવો કે તમે કોઈ દારુના અડ્ડા પર દરોડા પાડ્યા હોય, રેડ પાડી હોય કે પછી કોઈને મદદ કરી હોય… જો હોય  તો તેની હિસ્ટ્રી મુકજો તો અમે તમને અભિનંદન આપીશું.

તમે તમારી હિસ્ટ્રી તપાસો. તમારી મર્યાદામાં રહીને સ્ટેટમેન્ટ આપો.

– ગેનીબેન 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો