Vasuki In Kutch: કચ્છમાંથી મળી આવ્યા વાસુકી નાગના અવશેષો, દેવ- દાનવોએ સમુદ્ર મંથન સમયે વાસુકી નાગનો કર્યો  હતો ઉપયોગ  

0
121
Vasuki In Kutch
Vasuki In Kutch

Vasuki In Kutch: ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો વાસુકી નાગના (Vasuki Snake) છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. કચ્છ સ્થિત પાંધ્રો લિગ્નાઈટના ઉત્ખનનમાં વૈજ્ઞાનિકોએ 27 જેટલા અવશેષોની ભાળ મેળવી છે,જે સાપના કરોડરજ્જાની વર્ટીબ્રાનો ભાગ છે.

Vasuki In Kutch:  સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી મહત્વની વાર્તા 

Vasuki In Kutch

આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. IIT રુડકીના એક અત્યંત મહત્વપૂર્ણ સંશોધનમાં ગુજરાત રાજ્યના કચ્છ સ્થિત ખાણમાંથી એક વિશાળકાય સાપનું કરોડરજ્જુ અને હાંડકાના અવશેષ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ વાસુકી ઈન્ડીકસ છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેનો આકાર આજના અજગર જેવો વિશાળ હતો. પરંતુ તે ઝેરી ન હોત. સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, IIT રૂરકીના પેલેઓન્ટોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો. 

Vasuki In Kutch

Vasuki In Kutch: લંબાઈ 36 થી 49 ફૂટ, વજન 1000 કિ.ગ્રા

Vasuki In Kutch

પેલેઓન્ટોલોજિસ્ટ અનુસાર, એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેમની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેમનું વજન લગભગ 1000 કિલો હતું.

Vasuki In Kutch:  ભગવાન શિવનો નાગ, સાપનો રાજા માનવામાં આવે છે

Vasuki In Kutch

વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપનો રાજા કહેવામાં આવતો હતો. આ પ્રાગૈતિહાસિક સાપને ટિટાનોબોવાના વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી ટાઇટેનોબોઆના અશ્મિ મળી આવ્યા હતા. તે લગભગ 42 ફૂટ ઉંચો હતો. વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ પાંચ કરોડ વર્ષ પહેલા જોવા મળ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.