GUJARAT NEWS :    ગુજરાતનો આજે પોલિટીકલ ડે, જાણો કોણે કોણે અંતિમ દિવસે નોધાવી ઉમેદવારી  

0
75
GUJARAT NEWS
GUJARAT NEWS

GUJARAT NEWS :   લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી.

GUJARAT NEWS :   આજે આ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

  • અમિત શાહ (ગાંધીનગર બેઠક-ભાજપ)
  • સી.આર. પાટીલ (નવસારી બેઠક-ભાજપ)
  • નૈષધ દેસાઇ (નવસારી બેઠક-કોંગ્રેસ)
  • પરેશ ધાનાણી (રાજકોટ બેઠક-કોંગ્રેસ)
  • પૂનમ માડમ (જામનગર બેઠક-ભાજપ)
  • રામજી ઠાકોર (મહેસાણા બેઠક- કોંગ્રેસ)
  • કેતન પટેલ (દમણ બેઠક-કોંગ્રેસ)
  • અજિત માહલા (દાદરા નગર હવેલી બેઠક-કોંગ્રેસ)

GUJARAT NEWS :   અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું

GUJARAT NEWS


ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે,મેં આજે લોકસભા માટે મારું નામાંકન ગાંધીનગર બેઠક પરથી કર્યું છે. મારા માટે ગૌરવનો વિષય છે કે જે સીટ પરથી આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અડવાણીજી, અટલજીએ કર્યું અને જે સીટ પર સ્વયં નરેન્દ્ર મોદી મતદાતા છે એ સીટ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને ભાજપે આપ્યો છે. હું આ જ સીટ પરથી 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ રહ્યો છું. અહીંથી બહુ નાના બુથના કાર્યકર્તાથી સંસદ સુધી પહોંચ્યો છું. આ વિસ્તારના લોકોએ મને અપાર પ્રેમ આપ્યો છે.

GUJARAT NEWS :   પાટીલે વિજયમુહૂર્તમાં ફોર્મ ભર્યું

GUJARAT NEWS


ગુરુવારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા. મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યાં હતાં. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમુહૂર્ત ચૂકી ગયા હતા. જેથી આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

GUJARAT NEWS :   પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી

GUJARAT NEWS


જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સૌપ્રથમ ઘરે માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ તેના માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમની સ્વર્ગસ્થ પુત્રીના ફોટાને ફુલહાર કરી કંકુ તિલક કર્યું હતું. ત્યારે પૂનમબેન ભાવુક થઇ ગયા હતા. એ બાદ પૂનમબેન માડમ કલેકટર કચેરીએ ફોર્મ ભર્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો