RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી

0
397
RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી
RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બાળકોના પ્રવેશ માટે RTEનો પહેલો રાઉન્ડ પણ જાહેર થઈ ચૂક્યો છે. આ વચ્ચે કેટલીક જાણીતી સ્કૂલોએ બાળકોને RTE હેઠળ પ્રવેશ ફાળવાયા બાદ વાલીઓ પાસેથી વધારાના બીજા દસ્તાવેજની માણગી કરી રહી છે અને બાળકોનો પ્રવેશ અટકાવી રહી છે. આ અંગે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી.

RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની

વાલીઓની સૂચના બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને સૂચના આપી છે કે, કોઈપણ સ્કૂલોએ વાલી પાસેથી વધારાના દસ્તાવેજની માગણી કરવાની રહેશે નહીં. ઓનલાઈન અરજી કરતા સમયે જ વાલીઓએ તમામ દસ્તાવેજ અપલોડ કર્યા હતા. સ્કૂલો હવે માત્ર તે દસ્તાવેજની ઓરિજિનલ કોપી જ માંગી શકે છે.

આ ઉપરાંત દસ્તાવેજ રજૂ કરવા માટે વિકલ્પો આપ્યા હોય તો વાલી ત્યાં એક જ દસ્તાવેજ રજૂ કરી શકશે. નિયમનો ભંગ કરનારી સ્કૂલો સામે કડક પગલા લેવાઈ શકે છે. આરટીઈ હેઠળ સ્કૂલોમાં પ્રવેશ ફાળવાયા બાદ વાલીઓએ 22 એપ્રિલ સુધીમાં તેને કન્ફર્મ કરવાનો રહેશે.  

RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી
RTE માં પ્રવેશ મુદ્દે સ્કૂલોની મનમાની, વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી

જાણો RTE કાયદા વિશે

શિક્ષણનો અધિકાર કાયદો 2009 દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે.

જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો