HomeBreaking NewsSalmanKhan : દબંગ ભાઈજાનના ઘર પર અજાણ્યા શખ્સોએ કર્યું 2 રાઉન્ડ ફાયરીંગ,...

SalmanKhan : દબંગ ભાઈજાનના ઘર પર અજાણ્યા શખ્સોએ કર્યું 2 રાઉન્ડ ફાયરીંગ, લોરેન્સ બિસ્નોઈ ગેંગનો હાથ હોવાની શંકા  

SalmanKhan : બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ધમકીઓ બાદથી સલમાન ખાન ખૂબ જ ટાઈટ સિક્યોરિટીમાં રહે છે. પરંતુ ટાઈટ સિક્યોરિટી હોવા છતાં આજે સવારે 5  વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું, જે બાદ ફેન્સની વચ્ચે અફરાતફરી મચી ગઈ છે. 

SalmanKhan

SalmanKhan : રવિવારે સવારે 5 વાગ્યે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

SalmanKhan

આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું છે. સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બરાડ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

SalmanKhan : બાલ્કનીમાં બુલેટના નિશાન જોવા મળ્યા


SalmanKhan : ફોરેન્સિક ટીમને બાલ્કનીમાંથી ગોળીઓના નિશાન મળ્યા છે. સલમાનના ઘરેથી અત્યાર સુધી બે ગોળીઓના નિશાન મળી આવ્યા છે. એક બહારની દિવાલ પર અને બીજી બાલ્કનીની દિવાલ પર. આ કેસમાં મુંબઈ પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટના 4 ચોકીદારોના નિવેદન નોંધ્યા છે, જેઓ ઘટના સમયે ત્યાં હાજર હતા.

SalmanKhan : સલમાન ગ્રાઉન્ડ ફ્લોર પર એકલો રહે છે

SalmanKhan


સલમાન છેલ્લા 40 વર્ષથી પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહે છે. સલમાનનું ઘર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તે અહીં 1BHK L આકારના એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેના માતા-પિતા 8 માળના ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળે રહે છે.

SalmanKhan : સલમાનને 2023માં પણ ધમકીભર્યો પત્ર મળ્યો હતો’


લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે. જૂન 2022માં સલમાન અને તેના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલાની જેમ સલમાન સાથે પણ આવું જ થશે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments