Buddhism Religion :’બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મથી અલગ છે, ગુજરાત સરકારે ધર્મ પરિવર્તન મામલે પરિપત્ર બહાર પાડ્યો

0
359
Buddhism Religion
Buddhism Religion

Buddhism Religion :  બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ તરીકે માનવો જોઇએ અને જો કોઇએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન અને શીખ ધર્મમાં ધર્માંતરણ કરવું હોય તો ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ 2003ની જોગવાઇઓ હેઠળ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે તેવી સ્પષ્ટતા કરતો એક પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

Buddhism Religion

Buddhism Religion : પરિપત્રમાં શું કહ્યું ગુજરાત સરકારે ?

સામાન્ય રીતે હિંદુ ધર્મમાંથી અલગ થયેલો ધર્મ છે બૌદ્ધ ધર્મ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પૂજા પાઠની રીતી-નીતિ હિંદુ ધર્મ પ્રમાણે છે, બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારા માટે અને તંત્ર માટે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સરકારે કહ્યું છે કે ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ ૨૦૦૩ની જોગવાઈ મુજબ ધર્મ પરિવર્તન સમયે સંબધિત જીલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ મંજુરી લેવી ફરજીયાત છે, બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની માગ કરતી અરજીઓ પર નિયમો અનુસાર કાર્યવાહી ન થતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા  આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Buddhism Religion

Buddhism Religion : નાયબ સચિવ(ગૃહ) વિજય બધેકાના હસ્તાક્ષર સાથેના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છેકે, ધ્યાને આવ્યું છેકે, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ મનસ્વી રીતે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમનું અર્થઘટન કરી રહી છે. હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં અંગિકાર કરવા માટેની પરવાનગી માગતી અરજીઓમાં નિયમાનુસાર પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવી રહ્યું હોવાનું પણ ધ્યાને આવ્યું છે. તદુપરાંત, કેટલીકવાર, અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી રજૂઆતો પ્રાપ્ત થાય છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્મ પરિવર્તન માટે, પૂર્વ પરવાનગીની જરૂર નથી.

Buddhism Religion :પરિપત્રમાં વધુમાં ટાંકવામાં આવ્યું છેકે, જે કેસોમાં પૂર્વ પરવાનગી મેળવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ આવી અરજીઓનો નિકાલ કરે છે અને જણાવે છે કે બંધારણની કલમ 25(2) હેઠળ શીખ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેથી અરજદારે ધર્મ પરિવર્તન માટે પરવાનગી લેવાની જરૂર નથી. તે સંભવ છે કે કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કર્યા વિના ધાર્મિક પરિવર્તન જેવા સંવેદનશીલ વિષયમાં અરજદારોને આપવામાં આવેલા જવાબો ન્યાયિક મુકદ્દમામાં પરિણમી શકે છે.

Buddhism Religion

Buddhism Religion : પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમના સંદર્ભમાં, બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ ગણવો પડશે”. એક્ટ મુજબ, જે વ્યક્તિ બીજાને હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ/શીખ ધર્મ/જૈન ધર્મમાં પરિવર્તિત કરી રહી છે તેણે નિયત ફોર્મેટમાં જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી પડશે. ઉપરાંત, જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી રહી છે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટને નિયત ફોર્મેટમાં જાણ કરવાની રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો