CSK vs DC : આજની બીજીમેચમાં બે દિગ્ગજો વચ્ચે જંગ, ધોની અને પંતની ટીમ વચ્ચે જંગ  

0
369
CSK vs DC
CSK vs DC

CSK vs DC : IPL 2024 ની 13મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 31 માર્ચે આજે વિશાખાપટ્ટનમના વાય.એસ. રાજાશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. CSK ટીમે ચાલુ સિઝનમાં તેની શરૂઆતની બંને મેચ જીતી છે. CSK ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે DC ટીમને તેની શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

CSK vs DC

CSK vs DC :  પિચ રિપોર્ટ

CSK vs DC


વિશાખાપટ્ટનમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ છે. વિશાખાપટ્ટનમમાં વાયએસ રાજશેખરી રેડ્ડીમાં બેટ્સમેન હાથ ખુલીને બેટિંગ કરતા જોવા મળશે. આ પીચ પર બોલરો માટે વિકેટ લેવી મુશ્કેલ છે. જોકે, સ્પિન બોલર બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. વિશાખાપટ્ટનમના આ મેદાન પર કુલ 13 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાંથી હોમ ટીમે 6 મેચ જીતી છે, જ્યારે મહેમાન ટીમ 7 મેચ જીતી છે.

CSK vs DC : બન્ને ટીમના આંકડા

CSK vs DC


આઈપીએલમાં CSK અને DC વચ્ચેના રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો કુલ 29 વખત એકબીજા સાથે ટકરાઇ છે, જેમાંથી CSK 19 વખત દિલ્હી 10 વખત જીતી છે. પ્રથમ બેટિંગ કરીને, CSKએ આ મેદાન પર કુલ 12 વખત જીત મેળવી હતી અને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતી વખતે 3 વખત જીત મેળવી હતી. બીજી બેટિંગ કરતી વખતે CSK ટીમ 7 વખત અને દિલ્હીની ટીમ પણ 7 વખત જીતી હતી.

CSK vs DC  : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11
મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સુમિત કુમાર, કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, અભિષેક પોરેલ/રિકી ભુઈ, અક્ષર પટેલ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ.

CSK vs DC  : ચેન્નાઇ પ્લેઇંગ 11
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તાફિઝુર રહેમાન, મતિશા પાથિરાના, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો