No Repeat Theory: ‘નૉ રિપીટ થિયરી’ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વ્યક્તિગત રીતે ઘડી કાઢેલી આ એક ફૂલપ્રૂફ વ્યૂહરચના છે કે પછી તે અન્ય જુગાર હતો… આ પ્રશ્ન અત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન ઉભો થઇ રહ્યો છે, કેમ કે ગુજરાતમાં ભાજપની ‘નૉ રિપીટ થિયરી’ અડધે અટકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ભાજપે તેના 12 સાંસદો રિપીટ કર્યા છે અને આમાંથી માત્ર 14ના જ પત્તા કપાયા છે.
No Repeat Theory: ‘નૉ રિપીટ થિયરી’નું શું થયું ?
ગુજરાતમાં ભાજપે તેના 26 ઉમેદવારો જાહેર કરી દીધા છે, સોમવારે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવારોના નામે આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ ‘નૉ રિપીટ થિયરી’ (No Repeat Theory)થી કામ કરી રહ્યું છે.
‘નૉ રિપીટ થિયરી’ (No Repeat Theory) ની વાતો વચ્ચે ભાજપે આ વખતે માત્ર 14 સાંસદોને જ બદલ્યા છે. બાકીના 12 સાંસદો તો તેને રિપીટ જ કર્યા છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટીને 14 સાંસદોના પત્તા કાપવા પડ્યા છે, તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
No Repeat Theory: ભાજપે 12 સાંસદો રિપીટ કર્યા, 14ની ટિકિટ કાપાયી
26 બેઠકો પર ભાજપના ઉમેદવાર (No Repeat Theory / Repeat)
નંબર | બેઠક | 2019માં સાંસદ | 2024માં ઉમેદવાર | રિપીટ / નો રિપીટ | ||
1 | વલસાડ | કે.સી.પટેલ | ધવલ પટેલ | નો રિપીટ | ||
2 | સુરત | દર્શના જરદોશ | મુકેશ દલાલ | નો રિપીટ | ||
3 | અમદાવાદ પશ્ચિમ | ડૉ. કિરીટ સોલંકી | દિનેશ મકવાણા | નો રિપીટ | ||
4 | સુરેન્દ્રનગર | ડો.મહેન્દ્ર મુંજપરા | ચંદુભાઇ શિહોરા | નો રિપીટ | ||
5 | ભાવનગર | ભારતીબેન શિયાળ | નિમુબેન બાંભણીયા | નો રિપીટ | ||
6 | બનાસકાંઠા | પરબત પટેલ | ડૉ.રેખાબેન ચૌધરી | નો રિપીટ | ||
7 | અમરેલી | ભરત સુતરિયા | નારણ કાછડિયા | નો રિપીટ | ||
8 | રાજકોટ | મોહન કુંડારિયા | પુરુષોત્તમ રુપાલા | નો રિપીટ | ||
9 | પોરબંદર | રમેશ ધડૂક | મનસુખ માંડવિયા | નો રિપીટ | ||
10 | વડોદરા | રંજન ભટ્ટ | હેમાંગ જોશી | નો રિપીટ | ||
11 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | રાજપાલસિંહ જાદવ | નો રિપીટ | ||
12 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | શોભનાબેન બારૈયા | નો રિપીટ | ||
13 | છોટાઉદેપુર | ગીતાબેન રાઠવા | જસુ રાઠવા | નો રિપીટ | ||
14 | મહેસાણા | શારદાબેન પટેલ | હરિભાઇ પટેલ | નો રિપીટ | ||
15 | ગાંધીનગર | અમિત શાહ | અમિત શાહ | રિપીટ | ||
16 | નવસારી | સી આર પાટીલ | સી આર પાટીલ | રિપીટ | ||
17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | દેવુસિંહ ચૌહાણ | રિપીટ | ||
18 | કચ્છ | વિનોદ ચાવડા | વિનોદ ચાવડા | રિપીટ | ||
19 | જુનાગઢ | રાજેશ ચૂડાસમા | રાજેશ ચૂડાસમા | રિપીટ | ||
20 | પાટણ | ભરતસિંહ ડાભી | ભરતસિંહ ડાભી | રિપીટ | ||
21 | દાહોદ | જસવંતસિંહ ભાભોર | જસવંતસિંહ ભાભોર | રિપીટ | ||
22 | ભરુચ | મનસુખ વસાવા | મનસુખ વસાવા | રિપીટ | ||
23 | બારડોલી | પ્રભુ વસાવા | પ્રભુ વસાવા | રિપીટ | ||
24 | અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | હસમુખ પટેલ | રિપીટ | ||
26 | આણંદ | મિતેષ પટેલ | મિતેષ પટેલ | રિપીટ | ||
26 | જામનગર | પૂનમ માડમ | પૂનમ માડમ | રિપીટ |
2024માં ભાજપમાં મહિલાઓએ મેદાન માર્યું :
વર્ષ 2019ની ચૂંટણીની સરખામણીમાં ભાજપે ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને બદલ્યા છે. આ વખતે ભાજપે ચાર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમ, ભાવનગર લોકસભા બેઠક પરથી નિમુબેન, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો