IPL 2024 Full Schedule : IPL નું આખું શેડ્યુલ જાહેર, ચેન્નઈમાં રમાશે IPL ની ફાઈનલ મેચ  

0
461
IPL 2024 Full Schedule
IPL 2024 Full Schedule

IPL 2024 Full Schedule : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ભારતમાં જ રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે BCCIએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યુલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

IPL 2024 Full Schedule

BCCIએ સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, લીગની વર્તમાન સિઝનનો બીજો તબક્કો 8 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક મેદાન પર રમાશે. આ વખતે સિઝનની ક્વોલિફાયર-1 અને એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તો આ સિઝનની ફાઈનલ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે.

IPL 2024 Full Schedule

IPL 2024 Full Schedule  : બીજા સ્ટેજની શરૂઆતમાં CSK અને KKR સામસામે

શેડ્યૂલ મુજબ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો 8 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થવાનો છે. લીગ સ્ટેજની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 19 મેના રોજ રમાશે. ત્યારબાદ એક દિવસના વિરામ બાદ IPL 2024નો નોકઆઉટ સ્ટેજ શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે.

IPL 2024 Full Schedule  : ભારતમાં જ રમાશે તમામ મેચો

IPL 2024 Full Schedule

લીગની અંતિમ મેચ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે. ક્વોલિફાયર મેચો અમદાવાદ અને ચેન્નઈમાં રમાશે. આ સિઝનની તમામ 74 મેચો ભારતમાં યોજવામાં આવી છે. IPL 2024ની ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચો 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જ્યારે ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ 24 અને 26 મેના રોજ ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ રમાઈ હતી. જેમાં ચેન્નઈની ટીમે ખિતાબ જીત્યો હતો, જેથી ચેન્નઈ પાસે તેના હોમગ્રાઉન્ડ પર ફાઈનલનું આયોજન કરવાનો અધિકાર છે.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો