Sonal Patel Datta: ભાજપના સૌથી મજબૂત ગઢ ગાંધીનગરમાં અમિત શાહને ટક્કર આપનાર કોણ છે સોનલ પટેલ?

0
542
અમિત શાહને પડકારનાર કોણ છે સોનલ પટેલ? | Who is Sonal Patel?
અમિત શાહને પડકારનાર કોણ છે સોનલ પટેલ? | Who is Sonal Patel?

Sonal Patel Datta: ગુજરાત છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ છે. ગુજરાતમાં લોકસભાની ઘણી એવી બેઠકો છે કે જેના પર દાયકાઓથી કમળ ખીલે છે. આવી જ એક લોકસભા બેઠક બેઠક છે ગાંધીનગર. ગાંધીનગર સીટ પરથી અમિત શાહને ટક્કર આપશે સોનલ પટેલ.. તો આખરે સોનલ પટેલ કોણ છે? આવો જાણીએ…

અમિત શાહને ટક્કર આપશે સોનલ પટેલ

ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 10 લાખ મતોથી તેમની જીત સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી સોનલ પટેલ પર દાવ લગાવ્યો છે, જે VIP બેઠકોમાં સામેલ છે. સોનલ પટેલ કોંગ્રેસ નેતૃત્વના ખૂબ જ વિશ્વાસપાત્ર નેતા ગણાય છે. તે હાલમાં મહારાષ્ટ્રના સહ-પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી રહયા છે.

કોગ્રેસે 35 વર્ષ બાદ ફરી એક મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. સોનલ પટેલ કોંગ્રેસ નેતૃત્વના વિશ્વાસપાત્ર ગણાય છે. તેના પિતા પણ કોંગ્રેસમાં હતા, જોકે તે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નારણપુર વિધાનસભાથી ચૂંટણી હારી ગયા હતા. 

ગુજરાતમાં ભાજપના સૌથી મજબૂત ગઢ ગાંધીનગર

ગાંધીનગર મોટા નેતાઓનો ગઢ મનાય છે, છેલ્લે કોંગ્રેસ 1984માં ગાંધીનગર લોકસભા બેઠક જીતી હતી. આ પછી કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી. મહિલા કાર્ડ રમતા કોંગ્રેસે સોનલ પટેલને 2024ની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.

અગાઉ 1989માં કોંગ્રેસે કોકિલા વ્યાસને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારપછી કોંગ્રેસે આ સીટ જીતવા માટે અનેક દિગ્ગજો પ્રયાસ કર્યા હતા પરંતુ તે સફળ થયા ન હતી. કોંગ્રેસે 1996ની પેટાચૂંટણીમાં ફિલ્મ અભિનેતા રાજેશ ખન્નાને મેદાનમાં ઉતાર્યા હતા. આ પછી, પાર્ટીએ 1999માં ટીએન શેષન પર દાવ લગાવ્યો હતો. ત્યારપછી પાર્ટીએ અનેક પ્રયોગો કર્યા છે, પરંતુ સફળતા મળી નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પહેલા ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી અહીંથી જીતતા હતા. પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયી પણ ચૂંટણી જીત્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ ગાંધીનગરના સાંસદ રહી ચૂક્યા છે.

અમિત શાહને પડકારનાર કોણ છે સોનલ પટેલ? | Who is Sonal Patel Datta?

અમિત શાહને પડકારનાર કોણ છે સોનલ પટેલ? | Who is Sonal Patel?
અમિત શાહને પડકારનાર કોણ છે સોનલ પટેલ? | Who is Sonal Patel?

સોનલ પટેલે (Sonal Patel Datta) વ્યવસાયે આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે. સેપ્ટ-અમદાવાદથી ભણેલી સોનલ પટેલે અનિરુદ્ધ દત્તા સાથે લગ્ન કર્યા છે. તેથી જ તે પોતાનું આખું નામ સોનલ પટેલ દત્તા (Sonal Patel Datta) લખે છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય છે. તેઓ 2014 થી 2017 દરમિયાન ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ હતા. હાલમાં તે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના સેક્રેટરી છે. તેમની પાસે મહારાષ્ટ્રના સહ-ઈન્ચાર્જની જવાબદારી પણ છે. પાર્ટીએ હવે તેમને ખૂબ જ મુશ્કેલ સીટ પર ઉતાર્યા છે.

સોનલ પટેલના પિતા રમણભાઈ પટેલ કોંગ્રેસના નેતા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન સારા કામ કરવા માટે તેમના પિતાને યાદ કરવામાં આવે છે. સોનલ પટેલે પિતાને જોયા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો