Color to Muslim family: મુસ્લિમ પરિવાર પર બળજબરીથી રંગ લગાવવાનો વીડિયો વાયરલ, 1 આરોપીની ધરપકડ; 2ની અટકાયત

0
271
Color to Muslim family: મુસ્લિમ પરિવાર પર બળજબરીથી રંગ લગાવવાનો વીડિયો વાયરલ
Color to Muslim family: મુસ્લિમ પરિવાર પર બળજબરીથી રંગ લગાવવાનો વીડિયો વાયરલ

Color to Muslim family: ઉત્તરપ્રદેશના બિજનૌરમાં પોલીસે વાયરલ વીડિયોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ત્રણ સગીરોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાઈ રહ્યું હતું કે કેટલાક લોકો હોળીના રંગોના બહાને એક મુસ્લિમ પુરુષ અને તેની સાથે બે મહિલાઓને હેરાન કરી રહ્યા છે.

લોકોએ આ મુસ્લિમ પરિવાર (Color to Muslim family) પર બળજબરીપૂર્વક રંગ પણ લગાવ્યો હતો. બાઇક પર જઇ રહેલા લોકો પર ટોળા દ્વારા પાણી પણ ફેંકવામાં આવ્યું હતું. મહિલાઓના વિરોધ બાદ પણ લોકો અટકયા ન હતા. આ દરમિયાન ભીડ દ્વારા ધાર્મિક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

Color to Muslim family:

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં

વીડિયો વાયરલ થયા બાદ તરત જ બિજનૌરના પોલીસ વડા નીરજ કુમાર જાદૌને સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે વાયરલ વીડિયોને સ્કેન કરીને તેમાં સામેલ લોકોની ઓળખ કરી હતી. ઓળખ બાદ પોલીસે કાર્યવાહી કરી અને એક વ્યક્તિની ધરપકડ કરી.

Color to Muslim family:

પોલીસના જણાવ્યા અનુસાર, ખોટી રીતે સંયમ, જાણીજોઈને ઈજા પહોંચાડવી અને મહિલા પર હુમલો કરવા સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ સંબંધમાં અનિરુદ્ધ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને ત્રણ કિશોરોની અટકાયત કરી છે.

સમગ્ર બનાવ બાદ બિજનૌર પોલીસ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો સંદેશમાં વરિષ્ઠ અધિકારી નીરજ જાદૌને કહ્યું કે હોળી દરમિયાન લોકોએ કોઈને હેરાન ન કરવા જોઈએ. તેમણે કહ્યું, “કૃપા કરીને લોકો પર બળજબરીથી રંગ ન લગાવો. પોલીસ જે કોઈ કાયદો તોડશે તેની સામે કાર્યવાહી કરશે.”

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો