Electoral Bonds : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ચૂંટણી પંચ (EC) ને ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સબમિટ કરી છે. સુપ્રીમ કોર્ટે SBIને 24 કલાકની અંદર ચૂંટણી દાનની માહિતી કમિશનને સોંપવાનો આદેશ આપ્યો હતો. જે બાદ હેવ ચૂંટણી પાંચ 15 માર્ચ સુધીમાં આ ચૂંટણી દાનની વિગતો જાહેર કરશે.
Electoral Bonds : સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈની અરજીની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા દરેક ચૂંટણી બોન્ડની વિગતો આપવા માટે 30 જૂન સુધી સમયમર્યાદા વધારવાની વિનંતી કરવામાં આવી હતી, બીજીબાજુ સુપ્રીમમાં અન્ય એક અરજી પર પણ સુનાવણી થઈ હતી જેમાં SBI સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે SBIને રાહત આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે SBI મંગળવાર સુધીમાં ચૂંટણી પંચને માહિતી સુપરત કરે અને ચૂંટણી પંચે 15 માર્ચ સુધીમાં ચૂંટણી દાનની વિગતો જાહેર કરે.
Electoral Bonds : તમને જણાવી દઈએ કે સોમવારે સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં SBI વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા હતા. સાલ્વેએ કોર્ટને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ નવા ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ સમસ્યા એ છે કે ઈસ્યુ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ્સ સાથે આખી પ્રક્રિયાને ઉલટાવી દેવી પડશે અને આમાં સમય લાગશે. જોકે, સર્વોચ્ચ અદાલતે SBIની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મંગળવાર સુધીમાં જ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.
Electoral Bonds : સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, ‘તમે (એસબીઆઈ) કહી રહ્યા છો કે દાતાઓ અને રાજકીય પક્ષોની માહિતી સીલબંધ કવર સાથે મુંબઈમાં એસબીઆઈની મુખ્ય શાખામાં છે. મેચિંગ પ્રક્રિયામાં સમય લાગશે, પરંતુ અમે તમને મેચ કરવા માટે કહ્યું નથી અને માત્ર સ્પષ્ટ જાહેરાત માટે કહ્યું છે. કેસની સુનાવણી કરી રહેલી બંધારણીય બેન્ચના સભ્ય જસ્ટિસ ખન્નાએ SBIના વકીલ હરીશ સાલ્વેને કહ્યું, ‘તમે કહ્યું કે ચૂંટણી બોન્ડની સંપૂર્ણ માહિતી સીલબંધ કવર પરબિડીમાં રાખવામાં આવે છે, તેથી તમારે સીલ ખોલીને જ માહિતી આપવી પડશે.
Electoral Bonds : SCBA ચીફે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે
દરમિયાન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ આદિશ સી અગ્રવાલે ચૂંટણી બોન્ડ પરના નિર્ણય અંગે પ્રમુખ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે. પત્રમાં વરિષ્ઠ વકીલ અગ્રવાલે કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર કોર્ટના નિર્ણય પર રોક લગાવવી જોઈએ. પત્રમાં તેમણે કહ્યું કે સંપૂર્ણ ન્યાય માટે સમગ્ર કેસને ફરીથી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવો જોઈએ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો