HARYANA BJP NEWS :  હરિયાણામાં ઉલટી ગંગા : ભાજપને મોટો ફટકો, ભાજપા સાંસદે આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાયા બિજેન્દ્રસિંહ

0
520
HARYANA BJP NEWS
HARYANA BJP NEWS

HARYANA BJP NEWS : તમે કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીના નેતાઓને પાર્ટી છોડી ભાજપમાં જોડાતા જોયા કે સાંભળ્યા હશે, પરંતુ જે રીતે અત્યારે ભાજપનો સૂર્ય આસમાને તપે છે તો કોઈ ના મને કે ભાજપનો નેતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જાય, પરંતુ આ સાચું બન્યું છે, હરિયાણાથી સમાચાર આવ્યા છે કે   હિસારથી બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્રસિંહના પુત્ર એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

HARYANA BJP NEWS

HARYANA BJP NEWS  : પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર અને હિસારથી બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે X પર લખ્યું, મેં અનિવાર્ય રાજકીય કારણોસર ભાજપની પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. અને કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરી ફરીવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

HARYANA BJP NEWS  : હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર અને હિસારના બીજેપી સાંસદે લોકસભા ચૂંટણી 2024 પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અને આજે જ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો છે. વાસ્તવમાં આ વખતે ભાજપ હિસારથી તેમની ટિકિટ કાપી શકે છે.આવી અટકળો લગાવવામાં આવી રહી હતી.

આ કારણે તેમણે મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ એવા અહેવાલ હતા કે તેમના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહ અને તેમની પત્ની પ્રેમલતા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે પરંતુ હાલ બંને ભાજપમાં જ રહેશે. તમને જણાવી દઈએ કે પિતા-પુત્ર બંને છેલ્લા ઘણા મહિનાઓથી કોંગ્રેસના સંપર્કમાં હતા. બિરેન્દ્ર સિંહ અને બ્રિજેન્દ્ર સિંહે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના લંચમાં પણ હાજરી આપી હતી. આટલું જ નહીં તેમણે જાહેર મંચોમાં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના વખાણ પણ કર્યા છે.

HARYANA BJP NEWS  : કોણ છે બિજેન્દ્રસિંહ ?

HARYANA BJP NEWS

HARYANA BJP NEWS  : તેઓ હિસારથી લોકસભાના સાંસદ છે. જાટ મતદારો પર તેમની સારી પકડ હોવાનું માનવામાં આવે છે. હરિયાણાના ઘણા જિલ્લાઓમાં તેમનો પ્રભાવ છે. બ્રિજેન્દ્ર સિંહ ભૂતપૂર્વ IAS રહી ચૂક્યા છે. તેઓ હરિયાણાના શક્તિશાળી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર છે. છેલ્લા કેટલાક સમયથી સમાચાર આવી રહ્યા હતા કે આ વખતે ભાજપ હિસાર લોકસભા સીટ પરથી બ્રિજેન્દ્ર સિંહને હટાવીને કોઈ અન્ય ઉમેદવારને સીટ આપવાની તૈયારી કરી રહી છે. જેના કારણે બ્રિજેન્દ્ર સિંહે આ નિર્ણય લીધો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો